+

Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

Kajal Hindusthani : કાજલ હિન્દુસ્થાની (Kajal Hindusthani)એ પાટીદારોની દીકરીઓ મામલે આપેલા વિવાદિત નિવેદન મામલે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એક તરફ કાજલ હિન્દુસ્થાની (Kajal Hindusthani) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા મનોજ પનારા…

Kajal Hindusthani : કાજલ હિન્દુસ્થાની (Kajal Hindusthani)એ પાટીદારોની દીકરીઓ મામલે આપેલા વિવાદિત નિવેદન મામલે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એક તરફ કાજલ હિન્દુસ્થાની (Kajal Hindusthani) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા મનોજ પનારા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટે કાજલ હિન્દુસ્થાની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી જેમાં કાજલ હિન્દુસ્થાનીએ હૂંકાર કર્યો હતો કે મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ. આવા ઢોંગીઓ સામે લડવાની મારી તાકાત છે. આ આખી ઘટના રાજકીય પ્રેરીત છે અને કાર્યક્રમમાંથી એક નાનકડી ક્લીપ કાઢીને વાયરલ કરવામાં આવી છે.

આખી વાત પોલીટીકલ મોડીવેટેડ

કાજલ હિન્દુસ્થાનીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે કોઇ સમાજની લાગણી દુભાવાની વાત ના હોઇ શકે. મને આ બાબતે ખાસ માહિતી નથી પણ જે જાણ થઇ તેના આધારે કહી શકું કે આખી વાત પોલીટીકલ મોડીવેટેડ છે. કારણ કે મારુ નામ જ કાજલ હિન્દુસ્થાની છે અને હું ક્યારેય હિન્દુ સમાજને ટાર્ગેટ ના કરું. એ મારા વિચારમાં પણ ના હોય. મારી લડાઇ લવ જેહાદ અને જેહાદીઓ સામે છે. ગયા વર્ષનું આ આયોજન હતું. જેમાં પાટીદાર સમાજે સ્નેહ મિલન રાખ્યો હતો. બહેનોમાં લવ દેહાદ વિશે જાગૃતિ ફેલાવાનો કાર્યક્રમ હતો. માત્ર 10 સેકન્ડની ક્લીપ વાયરલ કરવાથી કંઇ નહી થઇ શકે. હું 50 મિનીટ જે બનાવ બન્યા તે વિશે બોલી છું. તે વખતે જે કિસ્સા હતા તેને લઇને ચર્ચામાં મે વાત મુકી હતી.

હું લવ જેહાદ સામે કામ કરું છું, કોઇની લાગણી દુભાવાની વાત ના હોઇ શકે

આમ આદમી પાર્ટીવાળા જે પોતાના રાજકીય રોટલા શેકવા અને ચૂંટણી આવે છે એટલે પટેલ સમાજને ઉશ્કેરે છે પણ પટેલ સમાજ બહું સમજું છે. આજ પટેલે સમાજે આપ અને કોંગ્રેસને કાઢીને ફેંકી દીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળા પટેલ સમાજના પ્રતિનીધી બની બેઠા છે અને લાગે ચેકે કાજલ હિન્દુસ્થાનીના ખભે બંદૂક મુકીને પટેલ સમાજને ઉશ્કેરશું પણ હું લવ જેહાદ સામે કામ કરું છું. કોઇની લાગણી દુભાવાની વાત ના હોઇ શકે.

પાટીદાર સમાજ બહુ સમજું છે

હું જેહાદ સામે લડવાની તાકાત રાખું છું તો આવા ઢોંગીઓ સમે લડવાની પણ મારી તાકાત છે. સમાજની ચિંતા હોય તો જે દિકરી કામ કરવા નિકલી છે તેને સાથ દેવાનો હોય કે નહી. જેહાદીનો વિરોધ કરવાની તાકાત નથી. પાટીદાર સમાજ બહુ સમજું છે. તે કાર્યક્રમ જ લવ જેહાદ સંદર્ભે હતો. ૃઆવા લોકોથી અમે ડરતા નથી.

તમારામાં તાકાત હોય તો જેહાદીઓ સામે લડો

કાજલ હિન્દુસ્થાનીએ કહ્યું કે હું છેલ્લા 9 વર્ષથી લવ જેહાદ સામે લડું છું. જેમણે આ ક્લિપ વાયરલ કરી છે તેમને હું પડકાર ફેંકું છું. હું લવ જેહાદ સામે લડું છું અને લડતી રહીશ. હું લવ જેહાદની વિરોધી છું અને હિન્દુ સમાજ સાથે ઉભી છું. તમારામાં તાકાત હોય તો જેહાદીઓ સામે લડો. આવા લોકો સામે તો હું એક માત્ર કાફી છું. હું કોઇનાથી ડરતી નથી. જે લોકો સમાજને ગેરમાર્ગે દોરે છે તો સમાજ પણ સમજે

આમ આદમી પાર્ટીવાળા વામપંથી વિચારધારાવાળા

તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીવાળા વામપંથી વિચારધારાવાળા છે અને ગુજરાતમાં પગપેસારો કરવાની કોશિશ કરે છે. મારા કાર્યક્રમના સૌથી આયોજન પટેલ સમાજ કરે છે પણ આ ચારપાંચ જળની ટોળકી છે તેમને લાગે છે કે અમારી વોટબેંક જતી રહેશે.

હિન્દુત્વ અને પટેલ સમાજ સાથે કોઇ લેવા દેવા નથી

આ લોકો હિન્દુ નથી પણ કન્વર્ટેડ થઇ ગયા છે. તેમને કોઇ ઇમાન કે ધર્મ નથી. હિન્દુત્વ અને પટેલ સમાજ સાથે કોઇ લેવા દેવા નથી. આ લોકોએ પૈસા સામે પોતાનું સમર્પણ કરી દીધું છે તેમ તેમણે જણાવ્યું હતું.

કાયદાકીય પગલાં લેવામાં આવશે

ઉલ્લેખનિય છે કે આ વાયરલ ક્લિપ મામલે અગાઉ મનોજ પનારાએ જણાવ્યું હતું કે આવા નિવેદન ને કારણે મોરબીની પાટીદાર દીકરીઓને પરણાવવામાં સમસ્યા ઊભી થાય.તેમણે કાજલ હિન્દુસ્તાની ને “માઇકાસુર” તરીકે ગણાવી હતી.આવી વ્યક્તિના હાથમાં માઇક આપવું જ ન જોઈએ અને પાટીદારોએ આવી વ્યક્તિને કાર્યક્રમમાં બોલાવવી ન જોઈએ. કાજલ હિન્દુસ્થાનીને માફી માંગવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ બાબતે માફી ના માગી એટલે હવે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમજ હજુ આગામી સમયમાં આ મુદ્દે હાઇકોર્ટે સુધી લડત આપવામાં આવશે.

આ પણ વાંચો— PM MODI : ‘શક્તિ’ માટે જાન ખપાવી દઇશ

આ પણ વાંચો— PM Modi : ‘નીચે ઉતરો, તમારું જીવન કિંમતી છે’, PM મોદી અચાનક સ્ટેજ પરથી કેમ ઉભા થઈ ગયા…

 

Whatsapp share
facebook twitter