Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આટલા નેતાઓ ભર્યું નામાંકનપત્ર, વાંચો સંપૂર્ણ અહેવાલ

03:43 PM Apr 18, 2024 | Harsh Bhatt

LOKSABHA 2024 : ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને તેના વાતો વિવાદો શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA ) 26 બેઠકો  પર ચૂંટણી થવાની છે, જેના માટે આજે ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે કોંગ્રેસના 6 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું જ્યારે ભાજપના 1 ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી માટે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ખરા-ખરીનો જંગ જામ્યો છે.

કોંગ્રેસના આ ઉમેદવારોએ આજે નોંધાવી પોતાની ઉમેદવારી

  • વડોદરા બેઠક પરથી ઉમેદવાર જસપાલસિંહ પઢીયારે નોંધાવી ઉમેદવારી
  • આણંદ બેઠક પરથી ઉમેદવાર અમિત ચાવડાએ રેલી યોજી નોંધાવી ઉમેદવારી
  • પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે નામાંકન પત્ર ભરી નોંધાવી ઉમેદવારી
  • જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાએ નોંધાવી ઉમેદવારી
  • ખેડા કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ વિજય મુહૂર્તમાં  ભર્યું ઉમેદવારી ફોર્મ
  • પૂર્વ અમદાવાદ બેઠક પરથી ઉમેદવાર હિંમત સિહ પટેલે લાલદરવાજા જિલ્લા પંચાયત ખાતેથી ભર્યું ફોર્મ

ભાજપના લોકસભાના નીચેના ઉમેદવારોએ ભર્યું નામાંકન પત્ર

  • અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાએ વિજય સંકલ્પ સભા યોજી ભર્યું ફોર્મ

પેટા વિધાનસભા ચુંટણીમાં પણ આજે આ ઉમેદવારો દ્વારા ભરાયા ફોર્મ

  • વાઘોડિયા વિધાનસભાના પેટા વિધાનસભા ચૂંટણીમાં  અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ફોર્મ પણ ફોર્મ ભર્યું
  • માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ ભર્યું નામાંકનપત્ર
  • વિજાપુર પેટા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે પણ નોંધાવી ઉમેદવાર

મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભર્યું છે. જોકે, લોકસભા માટે બીજેપીને સપોર્ટ કરવાની વાત કરી છે.  મઘુ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મને આવીને મળી ગચા છે કે, લોકસભા માટે ભાજપને સપોર્ટ કરજો. તો હું લોકસભા માટે ભાજપના ઉમેદવારને સપોર્ટ કરવાનો છું એવું વચન આપ્યું છે અને હું વચનનો પાક્કો છું.’

આ પણ વાંચો : રાજ્ય ગૃહમંત્રી HARSH SANGHVI એ GUJARAT FIRST સાથે કરી EXCLUSIVE વાતચીત, વાંચો અહેવાલ