Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

LOKSABHA 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ, આ રહી સંપૂર્ણ વિગતો

10:47 AM Apr 22, 2024 | Harsh Bhatt
  • આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ
  • તા.12 થી 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા
  • લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકન ભર્યુ
  • વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારોએ નામાંકન ભર્યુ

LOKSABHA 2024 : 19 એપ્રિલ 2024 ના રોજ લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીના પ્રથમ તબક્કાના માટે મતદાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં લોકસભાની (LOKSABHA ) ચૂંટણી ત્રીજા તબક્કામાં છે, અહી 7 મે ના રોજ મતદાન થનાર છે. ગુજરાતમાં તા.12 થી 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત તમામ પાર્ટીના ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું હતું. લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકન ભર્યુ છે ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારોએ નામાંકન ભર્યુ છે.

LOKSABHA માટે કુલ 328 ઉમેદવારો માન્ય ઠર્યા

20-21 એપ્રિલે ચૂંટણી અધિકારીઓ દ્વારા ભરવામાં આવેલ ઉમેદવારી પત્રો ચકાસણી હાથ ધરાઈ હતી. આ ચકાસણી બાદ લોકસભા ( LOKSABHA ) માટે કુલ 328 ઉમેદવારો માન્ય ઠર્યા છે ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો માન્ય ઠર્યા છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી વિષે વાત કરીએ તો, વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો માન્ય ઠર્યા છે અને માણાવદર અને ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. આ ઉમેદવારી પત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે, ત્યાર બાદ હરિફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodra BJP Office Inauguration: મુખ્યમંત્રીએ વડોદરામાં ભાજપના ઉમેદવારના પક્ષમાં તારીફના પુલ બાંધ્યા