Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

LOKSABHA 2024 ELECTION : આતુરતાનો અંત, આ તારીખોમાં યોજાશે ચૂંટણી

05:07 PM Mar 16, 2024 | Harsh Bhatt

જે ઘડીની રાહ દેશવાસીઓ, નેતાઓ અને રાજનૈતિક પાર્ટીઓ જોઈને બેઠા હતા, તે ઘડી આખરે આવી ગઈ છે. લોકતંત્રના સૌથી મોટા તહેવાર સમાન લોકસભા 2024 ની ચૂંટણીની ઘોષણા ચૂંટણીપંચના કમિશ્નર દ્વારા કરી દેવામાં આવી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું થશે. લોકસભા 2024 ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.

7 તબક્કામાં યોજાશે મતદાન 

• પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે

• 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે

• 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે

• 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે

• 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન

• 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન

• 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન

• 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન

ચૂંટણી પંચે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર અને બીજા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. આ સિવાય ત્રીજા તબક્કામાં 94 બેઠકો, ચોથા તબક્કામાં 96 બેઠકો, પાંચમા તબક્કામાં 49 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો અને સાતમા અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર મતદાન થશે. પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.

આ રાજ્યોમાં 1 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • અરુણાચલ પ્રદેશ
  • A&N ટાપુ
  • આંધ્ર પ્રદેશ
  • ચંદીગઢ
  • DDN&H
  • દિલ્હી
  • ગોવા
  • ગુજરાત
  • હિમાચલ પ્રદેશ
  • હરિયાણા
  • કેરળ
  • લક્ષદ્વીપ
  • લદ્દાખ,
  • મિઝોરમ
  • મેઘાલય
  • નાગાલેન્ડ,
  • પુડુચેરી
  • સિક્કિમ
  • તમિલનાડુ
  • પંજાબ
  • તેલંગાણા
  • ઉત્તરાખંડ

આ રાજ્યોમાં 2 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • કર્ણાટક
  • રાજસ્થાન
  • ત્રિપુરા
  • મણિપુર

આ રાજ્યોમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • છત્તીસગઢ
  • આસામ

આ રાજ્યોમાં 4 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • ઓડિશા
  • મધ્યપ્રદેશ
  • ઝારખંડ

આ રાજ્યોમાં 5 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • મહારાષ્ટ્ર
  • જમ્મુ અને કાશ્મીર

આ રાજ્યોમાં 7 તબક્કામાં યોજાશે ચૂંટણી 

  • ઉત્તર પ્રદેશ
  • બિહાર
  • પશ્ચિમ બંગાળ

PM મોદીએ કહ્યું ; ભાજપ-એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર 

ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. EC એ 202 4ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. અમે ભાજપ-એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ ક્ષેત્રોમાં સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ.

લોકસભાની ચૂંટણીનું આંકડાકીય ગણિત

જો મતદાતાઓના આંકડાની વાત કરવામાં આવે તો 8 ફેબ્રુઆરીએ જાહેર થયેલી મતદાર યાદી પ્રમાણે 2024 ની લોકસભા ચૂંટણીમાં કુલ 96.88 કરોડ લોકો મતદાન કરવાના છે. જેમાંથી પુરુષોની સંખ્યા 49.72 કરોડ છે, જ્યારે મહિલાઓની સંખ્યા 47.15 કરોડ છે અને અન્ય મતદાતાઓની વાત કરવામાં આવે તો તેઓની સંખ્યા 48 હજારથી વધારે છે. આ સાથે જો લિંગ આધારિત મતદાતાઓની ગણતરી કરવામાં આવે તો તે રેશિયો 948 નો છે. તેનો મતલબ કે, દર હજાપ પુરૂષોએ 948 મહિલા મતદાતાઓ છે. દેશની કુલ વસ્તીના સંદર્ભમાં જોવા જઈએ તો 66.76% મતદાતાઓ છે. જે 2024 ની લોકસભા ચૂંટણીમાં દેશનું ભવિષ્ય કોના હાથમાં રહેશે તે નક્કી કરવાના છે.

આ ઉંમરના મતદાતાઓની સંખ્યા વધારે

હવે જો ઉંમરને ધ્યાનમાં રાખીને મતદાતાઓની વાત કરવામાં આવે તો, 1.84 કરોડ મતાદાતાઓ એવા છે જેમની ઉંમર 18 થી 19 વર્ષની છે. જ્યારે 19.74 કરોડ મતદાતાઓની ઉંમર 20 થી 29 વર્ષની છે. આ સાથે સાથે 80 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓની વાત કરીએ તો તેમની સંખ્યા 1.85 કરોડ છે. આ સાથે 2,38,791 મતદારોની ઉંમર તો 100 વર્ષ કરતા પણ વધારે છે. ભારતમા અત્યારે લોકો મતદાન કરવા માટે જાગૃત થઈ રહ્યાં છે.

મતદાતાઓની સંખ્યામાં 6 % નો વધારો

તમને જણાવી દઈએ કે, દેશમાં લોકો મતદાન કરવામાં માટે જાગૃત થયા છે અને સાથે સાથે બીજા લોકોમાં જાગૃતિ માટે પણ પ્રયત્નો કરી રહ્યાં છે. 2019 ની સરખામણીએ અત્યારે મતદાતાઓની સંખ્યામાં છ ટકાથી વધુનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં ભારતમાં 89.6 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. પાંચ વર્ષમાં મતદાતાઓની સંખ્યામાં 7.28 કરોડનો વધારો થયો છે. જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા જે 2019 માં 46.5 કરોડ હતી તે વધીને 2024 માં 49.72 કરોડ થઈ ગઈ છે. જેથી પુરુષ મતદાતાઓની સંખ્યામાં 3.22 કરોડનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી