+

Lok Sabha Elections : અત્યાર સુધીમાં કેટલું થયું મતદાન? આ રાજ્યમાં સૌથી ઓછું વોટિંગ

Lok Sabha Elections : વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના (Lok Sabha Elections ) મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં (Phase…

Lok Sabha Elections : વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના (Lok Sabha Elections ) મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં (Phase 1 voting)આજે 21 રાજ્યો (21 States)અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો (102 constituency) પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી દેશભરમાં સરેરાશ 60 ટકા મતદાન થયું હતું.. સૌથી વધુ  પશ્ચિમ બંગાળમાં 77 .10 ટકા મતદાન થયું જ્યારે સૌથી ઓછું બિહાર 46. 32 ટકા મતદાન થયું છે.

 

પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આજે મતદાનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

રાજ્ય 9 વાગ્યા સુધી મતદાન 11 વાગ્યા સુધી મતદાન  બપોરે 1 વાગ્યા સુધી મતદાન 3 વાગ્યા સુધી મતદાન
5 વાગ્યા સુધી મતદાન
આંદામાન નિકોબાર  8.64 %  21.82%  35.70% 45.48% 56.87%
અરુણાચલ પ્રદેશ  6.92 %  18.74%  37.39% 53.49% 63.92%
આસામ  11.15 %  27.22%  45.12% 60.70% 70.77%
બિહાર  9.23 %  20.42%  32.41% 39.73% 46.32%
છત્તીસગઢ  12.02 %  28.12%  42.57% 58.14% 63.41%
જમ્મુ અને કાશ્મીર   10.43 %  22.60%  43.11% 57.09% 65.08%
લક્ષદ્વીપ  5.59 %  16.33%  29.91% 43.98% 59.02%
મધ્યપ્રદેશ  15.00 %  30.46%  44.43% 53.40% 63.25%
મહારાષ્ટ્ર  6.98 %  19.17%  32.36% 44.12% 54.85%
મણિપુર  11.91 %  28.19%  46.92% 62.58% 68.31%
મેઘાલય  13.71 %  32.61%  48.91% 61.95% 69.91%
મિઝોરમ  14.60 %  26.56%  39.39% 48.93% 52.91%
નાગાલેન્ડ  12.13 %  22.82%  43.27% 51.03% 55.97%
પુડુચેરી  11.86 %  28.10%  44.95% 58.86% 72.84%
રાજસ્થાન  10.67 %  22.51%  33.73% 41.51% 50.27%
સિક્કિમ  7.92 %  21.20%  36.82% 52.72% 68.06%
તમિલનાડુ  9.09 %  23.72%  39.51% 50.80% 62.08%
ત્રિપુરા  15.21 %  34.54%  53.04% 68.35% 76.10%
ઉત્તર પ્રદેશ  12.66 %  25.20%  36.96% 47.44% 57.54%
ઉત્તરાખંડ  10.54 %  24.83%  37.33% 45.53% 53.56%
પશ્ચિમ બંગાળ  15.09 %  33.56%  50.96% 66.34% 77.57%

આસામમાં ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં : ચૂંટણી અધિકારી

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા.

 

ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા

જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું, ‘ઓગસ્ટ 2019 પછી આ પહેલીવાર છે જ્યારે અહીં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. ત્યારે ભાજપે કાશ્મીરની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, હવે ગૃહમંત્રી કહી રહ્યા છે કે પહેલા તેઓ લોકોના દિલ જીતશે અને પછી ચૂંટણી લડશે… મતલબ કે તેઓ દિલ જીતી શક્યા નથી.

 

મણિપુરમાં પાંચ મતદાન મથકો પર મતદાન અટકાવાયું

મણિપુરમાં કુલ 5 બૂથ પર મતદાન અટકાવવામાં આવ્યું છે. જેમાં ઇમ્ફાલ પૂર્વમાં 2 અને ઇમ્ફાલ પશ્ચિમમાં 3 મતદાન મથકો સામેલ છે. અહીં લોકો દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરાતાં હોબાળો મચ્યો હતો. પોલિંગ ઓફિસરે આ જાણકારી આપી છે.

1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?

અત્યાર સુધીમાં એટલે કે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું હતું. જ્યારે બીજી બાજુ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે 37.53% તથા સિક્કિમમાં 36.88% મતદાન નોંધાયું હતું.

 

 

મણિપુરમાં બની ફાયરિંગની ઘટના

બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

 

પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે મોટી ઘટના, બ્લાસ્ટમાં CRPF અધિકારી ઈજાગ્રસ્ત

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા.

 

 

કેટલા ઉમેદવારો મેદાનમાં?

પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (60 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

 

પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુ મતદારો

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

 

આ  પણ  વાંચો – Loksabha Election : ચકચારી કેસમાં પોલીસ ચોપડે ફરાર પૂર્વ સાંસદે ઉમેદવારી નોંધાવી

આ  પણ  વાંચો Lok Sabha Election : દેશમાં આ રાજ્યના લોકોએ કર્યું સૌથી વધુ મતદાન

આ  પણ  વાંચો – Manipur Lok Sabha Election: મણીપુરમાં ચાલુ મતદાને બૂથ પર ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ

Whatsapp share
facebook twitter