Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Elections 2024 : ભાજપને 370 થી વધુ બેઠકો કેવી રીતે જીતશે? જાણો PM મોદીના આ ત્રણ પ્લાન

12:24 AM Feb 17, 2024 | Hiren Dave

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 400થી વધુ બેઠકો જીતવાનું આહવાહન કર્યું છે. હરિયાણાના રેવાડીમાં સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં NDA 400થી વધુ બેઠકો જીતશે, જ્યારે BJP પોતાના દમ પર 370નો આંકડો પાર કરશે. તેમણે કહ્યું કે, 2013માં ભાજપે મને વડાપ્રધાન ઉમેદવાર જાહેર કર્યો હતો.  ત્યારે મારો પ્રથમ કાર્યક્રમ રેવાડીમાં યોજાયો હતો. તે સમયે રેવાડીએ 272 પારના આશીર્વાદ આપ્યા હતા. હવે હું ફરી રેવાડી આવ્યો છું, તો લોકો કહી રહ્યા છે કે, અબકી બાર એનડીએ સરકાર 400 પાર…

 

ભાજપ 370 થી વધુ બેઠકો કેવી રીતે જીતશે?

અગાઉ તેમણે એક રેલીમાં જણાવ્યું હતું કે, ભાજપ 370થી વધુ બેઠકો કેવી રીતે જીતશે? તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘તમારા ત્યાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં મતદાન મથકમાં શું પરિણામ આવ્યું હતું, તે જુઓ. મતદાન મથકમાં કમળ પર કેટલાક વોટ પડ્યા હતા, તેનો હિસાબ કાઢો. ત્યારબાદ તેમાં જેમાં સૌથી વધુ મત મળ્યા છે, તે લખી લો. પછી તમે નક્કી કરજો કે, જે મતદાન મથકમાં વધુ મત મળ્યા હતા, તેમાં આ વખતે 370 મત નવા મત જોડાવા જોઈએ. એટલે કે તમારા મતદાન મથકે જેટલા મત અગાઉ મળ્યા હતા, તેમાં આ વખતે મહેનત કરી 370 મત વધુ લાવવાના છે.

આ તમામ બાબતોને ધ્યાને રાખી વડાપ્રધાન મોદી એવું કહી રહ્યા છે કે, 370થી વધુ બેઠકો જીતવી હોય તો તમારા મતદાન મથકમાં વધુ 370 મત પડવા જોઈએ અને આ ત્રણ બાબતો પર પણ કામ કરવાનું રહેશે.

(1 ) ગઢ જાળવીને રાખવો પડશે

જમ્મુ કાશ્મીર અને 12 રાજ્યો – બિહાર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગોવા ભાજપનો મજબૂત ગઢ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ત્યાં એનડીએનો સ્ટ્રાઈક રેટ 94 ટકા નોંધાયો હતો. એટલે કે ભાજપને ત્યાં 210માંથી 198 બેઠકો જીતી હતી.

 

(2 ) કેટલાક મતવિસ્તારોમાં બેઠકો વધારવી પડશે

એનડીએએ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કેરળ, તેલંગાણા, આસામ, પંજાબ, કાશ્મીર અને પૂર્વોત્ત રાજ્યોમાં વધુ બેઠકો જીતવી પડશે. ગત ચૂંટણીમાં આ રાજ્યોમાં એનડીએનો સ્ટ્રાઈક રેટ 40 ટકા નોંધાયો હતો. આ રાજ્યોમાં લોકસભાની કુલ 285 બેઠકો છે અને ભાજપે 161 બેઠકો જીતવી હોય તો સ્ટ્રાઈક રેટ 57 ટકા પર લઈ જવો પડશે.

(3) મહારાષ્ટ્રમાં શિવસેનાએ સંભાળવાની જરૂર

2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ 23 અને શિવસેના 18 બેઠકો જીતી હતી. આમ એનડીએએ કુલ 41 બેઠકો જીતી હતી, પરંતુ હવે શિવસેના બે ભાગ પડી ગયા છે, તેથી ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ યથાવત્ રાખવાના પ્રયાસો કરવામાં પડશે. ભાજપે સુનિશ્ચિત કરવું પડશે કે. મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જુથ) ઓછામાં ઓછી 18 બેઠકો જીતે.

 

આ  પણ  વાંચો  UP Government : ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશમાં 6 મહિના હડતાળ પર મુકાયો પ્રતિબંધ