Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Elections 2024 : દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

05:12 PM Mar 16, 2024 | Hiren Dave

Lok Sabha And Assembly Elections 2024 : દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર (Lok Sabha And Assembly Elections ) થવાની સાથે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ છે. આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, ઓડિશામાં 25 મેએ મતદાન યોજાશે. આ સાથે લોકસભાની સાથે સાથે ચોથી જૂને આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે.

 

ચાર રાજ્યોમાં આ તારીખે યોજાશે લોકસભા અને વિધાનસભા ચૂંટણી ?

  • આંધ્ર પ્રદેશ – 13 મેએ મતદાન
  • સિક્કિમ – 19 એપ્રિલે મતદાન
  • અરૂણાચલ પ્રદેશ – 19 એપ્રિલ-2024એ મતદાન
  • ઓડિશા – 25 મેએ મતદાન

 

(1) આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન યોજાશે. જેમાં 18 એપ્રિલે ગેઝેટ નોટિફિકેટ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 29 એપ્રિલ રહેશે.

(2  ) સિક્કીમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.

(3 ) અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબ્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.

(4 ) ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. દેશભરમાં જાહેર કરાયેલ સાત તબક્કામાંથી ચોથા અને પાંચમા તબક્કામાં રાજ્યમાં ચૂંટણી યોજાશે. આ માટે 18 ચોથા તબક્કામાં માટે 26 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ બહાર પડાશે. ચોથા બક્કામાં 25 એપ્રિલ સુધી અને પાંચમાં તબક્કામાં 03 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથા તબક્કામાં 29 એપ્રિલ અને પાંચમાં તબક્કામાં 06 મે નિર્ધારીત કરાઈ છે. ઓડિશામાં ચોથા તબક્કામાં 13 મે અને પાંચમા તબક્કામાં 20 મેએ ચૂંટણી યોજાશે.

બે રાજ્યોમાં ભાજપ ગઠબંધન,એકમાં BJD અને એકમાં YRS કોંગ્રેસની સરકાર

આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું શાસન છે જ્યારે આ વખતે વિપક્ષ ટીડીપીનું પલ્લુ ભારે લાગે છે. બીજીબાજુ ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં કુલ 175 વિધાનસભા બેઠકો, સિક્કિમ (Sikkim)માં 32 વિધાનસભા બેઠકો, અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં કુલ 60 બેઠકો અને ઓડિશામાં કુલ 147 વિધાનસભા બેઠકો છે. આંધ્રમાં હાલ વાયએસઆર કોંગ્રેસની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે, તો સિક્કિમમાં એસકેએમ-ભાજપ ગઠબંધનની સરકાર છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં ભાજપ-એનપીપી ગઠબંધનની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે. ઓડિશા (Odisha)માં બીજુ જનતા દળની સરકાર છે.

 

આ  પણ  વાંચો  –જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

આ  પણ  વાંચો – PM Modi: વડાપ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો, શરૂ કર્યું ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાન

આ  પણ  વાંચો – Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી