Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Election Boycott: ચોટીલાના એક ગામની આધુનિક સમયમાં 20 સદી જેવી પરિસ્થિતિ

05:09 PM Apr 05, 2024 | Aviraj Bagda

Lok Sabha Election Boycott: ગુજરાત (Gujarat) માં વધુ એક વિસ્તારમાંથી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત (Gujarat) સહિત 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election), 7 તબક્કાઓમાં દેશભરમાં યોજાવાની છે. પરંતુ તે પહેલા આર્થિક, સામાજિક અને રાજકીય પાસાઓને લઈ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) સામે પડકારો સામે આવી રહ્યા છે. ત્યારે દેશભરમાં વિવિધ વિસ્તારના લોકોએ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

  • ચોટીલાના છેવાડાના ગામે લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર
  • ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા
  • રાજ્યમાં છેવાડાના ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar) ના ચોટીલા તાલુકામાં આવેલા નાનીયાણી ગામના લોકોએ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો બહિષ્કાર કર્યો છે. ગામ લોકોનું કહેવું છે કે, ગામમાં પ્રાથમિક સ્તરે ઉદ્ભવતી જરૂરિયાતો છેલ્લા ઘણા સમયથી અપૂરતી છે. તેના કારણે રોજિંદા જીવનમાં ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા

Lok Sabha Election Boycott

ગામના લોકોએ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો બહિષ્કાર કરતા પોસ્ટરો ભીત પર લગાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ગામમાં ચૂંટણી સમયે મતદાન મથક (Voting Booth) પણ તૈયાર કરવામાં આવતું નથી. તેથી ગામલોકોએ મત આપવા માટે દૂર બાજુના ગામમાં જવું પડે છે.

રાજ્યમાં છેવાડાના ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

એક તરફ ગુજરાત (Gujarat) ના વિવિધ છેવાડાના ગામડાઓ પીવાના પાણી, શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલો અને પાકા મકાનો જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત જોવા મળે છે. તો બીજી તરફ સરકાર દ્વારા મતદાન જાગૃતિને લઈ ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે આવા કિસ્સાઓ સામે આવતા સરકારનું ગુજરાત મોડેલ (Gujarat Model) નો સાચો દર્પણ આપણી સામે આવી રહ્યો છે.

આ પણ વાંચો: VADODARA : મરી માતાના ખાંચામાંથી ટ્રાફિકને નડતર રૂપ દબાણો પર કાર્યવાહી

આ પણ વાંચો: દ્વારકાની સમુદ્ર સીમામાં આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો: CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા