+

Lok Sabha Election 2024: કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં આ છે ખાસ વાત, આટલા યુવા નેતાને મળી ટિકિટ

Lok Sabha Election 2024: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણીને લઈને પહેલી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની પહેલી યાદીમાં 12 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે. આ સાથે અન્ય ઉમેદવારોની…

Lok Sabha Election 2024: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણીને લઈને પહેલી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની પહેલી યાદીમાં 12 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે. આ સાથે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો 24 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના છે. કોંગ્રેસના નેતા અજય માકને કોંગ્રેસની પહેલી યાદી જાહેર કરતા કહ્યું કે, કોંગ્રેસના અનુભવી નેતાઓ અને યુવાનો અને જમીન સાથે જોડાયેલા નેતાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવી છે તેને રાહુલ ગાંધી અને ખરડેના નેતૃત્વમાં પૂર્ણ કરવામાં આવે છે.

કોંગ્રેસે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ઉલ્લેખનીય છે કે, AICC મુખ્યાલય ખાતે કેસી વેણુગોપાલ, અજય માકન અને પવન ખેરાએ 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સૂચીમાં મોટા નેતાઓની વાત કરલામાં આવે તો કેરળના વાયનાડથી રાહુલ ગાંધી, કેરળના તિરૂવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડવાના છે. રાજનાંદગાંવથી છત્તીસગઢથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મહાસમુંદથી પૂર્વ મંત્રી તામ્રધ્વજ સાહુ અને છત્તીસગઢની કોરબા બેઠકની વાત કરવામાં આવે તો અહીંથી જ્યોત્સના મહંત ચૂંટણી લડવાનાં છે. આ સાથે ડીકે સુરેશ કર્ણાટકના બેંગલુરૂ ગ્રામીણથી 2024 ની લોકસભાની ચૂંટણી લડવાના છે.

આઠ રાજ્યોની લોકસભા બેઠકોને લઈને કોંગ્રેસે યાદી જાહેર

અત્યારે આઠ રાજ્યોની લોકસભા બેઠકોને લઈને કોંગ્રેસે યાદી જાહેર કરી છે. જેમાં કેરળથી 15 ઉમેદવારો, છત્તીસગઢ અને કર્ણાટકથી 6-6 ઉમેદવાર, તેલંગાણાથી 4 ઉમેદવાર, મેઘાલય અને ત્રિપુરાથી 2 ઉમેદવર, આ સાથે નાગાલેંડથી એક એક નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષી પાર્ટીઓના ભારતીય જૂથના ભાગ રૂપે 2024ની લોકસભા ચૂંટણી લડી રહી છે.

ઉમેદવારોની વાત કરવામાં આવે તો…

  • 15 ઉમેદવારો જનરલ કેટેગરીના
  • 24 ઉમેદવારો SC, ST, OBC અને લઘુમતી જૂથોના
  • 12 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી
  • 8 ઉમેદવારો 50-60 વર્ષની વય જૂથના
  • 12 લોકો 61-70 વર્ષની વય જૂથના
  • 7 ઉમેદવારો 71-76 વર્ષની વય જૂથના

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ગુરૂવારે બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમેદાવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, અત્યારે પણ દિલ્હીની બેઠકોને લઈને કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : કોંગ્રેસ પાર્ટીની પહેલી યાદી જાહેર, જાણો કઇ બેઠક પરથી લડશે રાહુલ
આ પણ વાંચો: Delhi : ‘કેજરીવાલ સંસદમાં હશે તો દિલ્હી વધુ સમૃદ્ધ થશે’, AAP એ લોકસભા ચૂંટણી માટે શરૂ કર્યો પ્રચાર…
આ પણ વાંચો: CEC meeting : કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો CEC ની બેઠકમાં શું થયું…
Whatsapp share
facebook twitter