Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Election 2024: લલિત વસોયાએ મતદારો પાસે માંગ્યા 10-10 રૂપિયા

04:12 PM Apr 19, 2024 | KRUTARTH JOSHI

Lok Sabha election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) હાલ રસપ્રદ વળાંક પર પહોંચી ચુકી છે. રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારીનો આજે અંતિમ દિવસ હતો. અનેક દિગ્ગજોએ આજે ફોર્મ ભર્યા હતા. જો કે દરમિયાન લલિત વસોયાની (Lalit Vasoya) એક સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઇ રહી છે. લલિત વસોયા પોરબંદર લોકસભા સીટ (Porbander Lok sabha Seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ ભાજપના મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) સામે લડી રહ્યા છે. જો કે વસોયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે કે, કોંગ્રેસના બેંક ખાતા સીઝ (Congress Bank Account seized) કરી દેવામાં આવ્યા છે. જેથી આર્થિક મદદ કરવા માટે અપીલ કરી છે. વસોયાએ લખ્યું કે, કોંગ્રેસ પક્ષના બેંક એકાઉન્ટ સીઝ થઇ ગયા હોવાના કારણે આર્થિક મુશ્કેલી અનુભવુ છું. જેથી મને ચૂંટણી લડવા માટે આર્થિક સહાય કરવા માટે મતદારોને વોટની સાથે સાથે નોટ પણ આપે તેવી નમ્ર અપીલ કરૂ છું.

વસોયાએ મતદારોને આર્થિક મદદ કરવા માટે પણ અપીલ કરી

પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સોશિયલ મીડિયા પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સિઝ કર્યા છે જેના કારણે મારી પાસે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું. મારી પાસે પુરતુ ફંડ નથી માટે હું મતદારો પાસે 10-10 રૂપિયાની માંગ કરુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારોમાંથી સૌથી ઓછી મિલ્કત ધરાવતો ઉમેદવાર છું. લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર પણ શેર કર્યો છે. તેમના મતવિસ્તાર અનેસમગ્ર ગુજરાતના લોકોને મતદાન માટે અપીલ કરી છે.

પોરબંદર લોકસભા ઉમેદવાર છે લલિત વસોયા

પોરબંદર બેઠક પર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વસોયા 2017 માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય રહી ચુક્યા છે.જો કે 2019 અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.