Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Candidate Nomination: સાબરકાંઠા બેઠકના અપક્ષ ઉમેદવાર શક્તિ પ્રદર્શન કર્યા બાદ પાણીમાં બેસી ગયા

06:42 PM Apr 20, 2024 | Aviraj Bagda

Lok Sabha Candidate Nomination: સાબરકાંઠા લોકસભા બેઠક પર ચુંટણી લડવા માટે બે દિવસ અગાઉ એક અપક્ષ ઉમેદવારે ભપકા સાથે શક્તિ પ્રદર્શન કર્યા બાદ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. તે દરમ્યાન આ ઉમેદવારી પત્રમાં અપક્ષે રજુ કરેલા સોંગદનામામાં કેટલીક ખોટી વિગતો દર્શાવી હતી. જેને લઈને તેમણે શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ તે જ વખતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જે અંગેની વિગતો તરત જ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ આડકતરી રીતે આ અપક્ષને ટેકો આપનારા સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપથી નારાજ કાર્યકર્તાઓના મોઢા પરથી નુર ઉડી ગયું હતું.

  • અપક્ષ ઉમેદવારે સોંગદનામામાં ખોટી વિગતો દર્શાવી
  • બે ફરીયાદ સોંગદનામામાં દર્શાવી ન હતી
  • ઉમેદવારી પત્રની સાથે જે સોંગદનામું રજુ કરવાનું હોય છે

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના રહીશ અને રાજકારણમાં પોતાનું નામ બનાવવા માટે પ્રયાસ કરતા ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે દિવસ અગાઉ રેલી કાઢીને જાણે કે શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ ટેકેદારો સાથે કલેકટર કચેરી જઈ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. જેમાં આ અપક્ષે ઉમેદવારી પત્ર સાથે રજુ કરેલા સોંગદનામામાં ખોટી વિગતો દર્શાવી હતી. ઉમેદવારી પત્ર ભરાયા બાદ ખુબ જ ઉત્સાહમાં આવી ગયેલા, આ અપક્ષને તે જ દિવસે રાત્રે પોતે કરેલી ભુલ અને રાજકીય ભવિષ્ય અંગે ચિંતા થવા માંડી હતી. લોકચર્ચા મુજબ અપક્ષે ઉમેદવારી કર્યા બાદ પ્રદેશના રાજકીય અગ્રણીઓએ તેને આડકતરી રીતે ઈશારો કરીને શાનમાં સમજાવીને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા સંકેત આપી દીધો હતો.

આ પણ વાંચો: PMJAY : પ્રધાનમંત્રીની નિઃશુલ્ક યોજનામાં પણ ભ્રષ્ટાચાર, લાંચીયો ઝડપાયો

બે ફરીયાદ સોંગદનામામાં દર્શાવી ન હતી

Lok Sabha Candidate Nomination

 

ભુપેન્દ્રસિંહ ઝાલાએ કેટલીક જગ્યાએ પોતાની જ્ઞાતિ પરમાર લખાવી છે, એટલુ જ નહીં પણ ભુતકાળમાં તેની વિરૂધ્ધ વર્ષ 2015 માં સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવેલ કોસંબા, વર્ષ 2016 માં ભરૂચના નબીપુર, 2018 માં અમદાવાદના ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે ફરીયાદ નોંધાઈ હતી. જેનો ઉલ્લેખ ઉમેદવારી પત્ર સાથે રજુ કરાયેલા સોંગદનામામાં દર્શાવી ન હતી. જેથી ઝાલાને જ્ઞાન થયા બાદ પોતાનું ભવિષ્ય જોખમાય નહીં તેમ માનીને ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધા બાદ તરત જ સોશ્યલ મીડીયામાં આ મેસેજ વાયરલ થઈ ગયા હતા.

આ પણ વાંચો: Sabarkantha : BJP માટે રાહતના સમાચાર! આ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ! વાંચો વિગત

ઉમેદવારી પત્રની સાથે જે સોંગદનામું રજુ કરવાનું હોય છે

સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપથી કેટલાક નારાજ કાર્યકર્તાઓએ વિગતો જાણ્યા બાદ તેમના ચહેરાનું નુર ઉડી ગયું હોય તેમ નિરાશ થઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે કોઈપણ ચુંટણીમાં ઉમેદવારી પત્રની સાથે જે સોંગદનામું રજુ કરવાનું હોય છે. ત્યારે તેમાં જો ઉમેદવાર ખોટી વિગતો રજુ કરે તો ગુનેગાર બને છે. આગામી દિવસોમાં ભુપેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધ કાયદેસરની ફરીયાદ સંલગ્ન વિભાગના વડા દ્વારા સાબરકાંઠાના કોઈપણ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય તો નવાઈ નહીં. સાથો સાથ અગાઉની ચુંટણી કરતાં વર્ષ 2024 ની સાબરકાંઠા બેઠકની લોકસભાની ચુંટણી ખુબ જ રસપ્રદ બની રહેશે. હજુ તો તા. 22 ફેબ્રુઆરીએ વધુ કેટલા ઉમેદવારી પત્રો પરત ખેંચાય છે તે જોવાનું રહ્યું.

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનું ઉમેદવારી પત્ર અમાન્ય

શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમ્યાન જિલ્લા ચુંટણી અધિકારી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ચકાસણીની કામગીરી હાથ ધરાઈ ત્યારે ભાજપના કૌશલ્યાકુંવરબા પરમાર, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત અને અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ પરમાર મળી ત્રણ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. તો બીજી તરફ અપક્ષ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચી લીતા 17 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Banas Dairy : પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો