Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Candidate At Ambaji: મા અંબાના ધામમાં 100 મીટરના અંતરમાં બે દિગ્ગજ નેતાએ કર્યો પ્રચાર

11:02 PM Apr 26, 2024 | Aviraj Bagda

Lok Sabha Candidate At Ambaji: હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આવનારી 7 મેના રોજ ચૂંટણી યોજનાર છે, ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા સીટના બંને મહિલા ઉમેદવારો શુક્રવારે અંબાજી ખાતે આવ્યા હતા અને બંને ઉમેદવારે માતાજીના દર્શન કર્યા હતા.

  • બનાસકાંઠા સીટના બંને મહિલા ઉમેદવારો શુક્રવારે અંબાજી આવ્યા

  • 100 મીટરના અંતરમાં ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરતા દેખાયા

  • ભાજપના કાર્યક્રમમાં પોલીસનો કાફ્લો મોટી સંખ્યામાં હાજર રહે છે

ત્યારબાદ માત્ર 100 મીટરના અંતરમાં બંને ઉમેદવારોએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. અંબાજીમાં બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલના અધ્યક્ષ સ્થાને ભગવતી વાટિકામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.બક્ષીપંચ મોરચાના પી.એન.માળી દ્વારા ભાદરવી મેળામા વિના મૂલ્યે રીક્ષાની વ્યવસ્થા કરાઈ હતી. અહીં તમામ રિક્ષાચાલકો અને તેમના પરિવારજનોને સભા બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Parshottam Rupala : ક્ષત્રિય સમાજને ફરી એકવાર જાહેર મંચ પરથી વિનંતી, જાણો શું કહ્યું ?

100 મીટરના અંતરમાં ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરતા દેખાયા

તો બીજી તરફ કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ગુરુજી કા ઢાબામાં આવ્યા હતા. તેમને પણ અહીં હાજર રહીંને સભા સંબોધી હતી અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓના ઘરે મોત થવાના લીધે થોડી ભીડ અહીં ઓછી જોવા મળી હતી. અંબાજી ખાતે માત્ર 100 મીટરના અંતરમાં ભાજપ-કોંગ્રેસના મહિલા ઉમેદવારો ચૂંટણીના માહોલમાં મતદારોને પોતાની પાર્ટીમા વોટ આપવા માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ભાજપના કાર્યક્રમમાં પોલીસનો કાફ્લો મોટી સંખ્યામાં હાજર રહે છે

ગેનીબેન ઠાકોરે પોલીસ ઉપર નિશાન સાધ્યું હતું. જ્યારે ભાજપમાં મહામંત્રી રજની પટેલે વિકાસના નામે વોટ માંગ્યા હતા. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના કાર્યક્રમમાં પોલીસનો કાફ્લો મોટી સંખ્યામાં હાજર રહે છે. શું આ સીટ ઉપર કોઈ વીઆઈપી ચૂંટણી લડે છે, પીએમ કે સીએમ ચૂંટણી લડે છે. હું આ બાબતે પોલીસનુ ધ્યાન દોરીશ. પોલીસે નિર્દલ્ય કે નાના ઉમેદવારોને રક્ષણ આપવુ જોઈએ.

આ પણ વાંચો: West African Praises BJP: આફ્રિકાની ધરતી પણ અબ કી બાર 400 પારના નારાથી ગુંજી…! 

પી.એન. માળી દ્વારા ભાદરવી મેળામાં સુંદર કામગીરી કરાઈ

2023 ના ભાદરવી મહામેળામાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી દર્શન કરવા આવે છે, ત્યારે પાર્કિંગથી મંદિર સુધી તેમને ચાલીને આવું પડતું હોય છે. ત્યારે પ્રથમ વખત પી.એન.માળી દ્વારા વિના મૂલ્યે 100 જેટલી રિક્ષાઓ માઈ ભક્તોની સેવા માટે મૂકવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો. શુક્રવારે બક્ષીપંચ મોરચાના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ રિક્ષાચાલકો અને તેમનાં પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ-શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો: Rajiv Modi Case : બલ્ગેરિયન યુવતીએ કરી CBI તપાસની માગ, પોલીસ પર લગાવ્યા આ ગંભીર આરોપ!