Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MICTકોલોનીમાં એક સાથે 10થી વધુ મકાનોના તાળા તૂટયા

06:30 AM Apr 22, 2023 | Vipul Pandya

કચ્છમાં તસ્કરો અવાર-નવાર ધાર્મિક સંસ્થાનો તેમજ મકાનોમાં ચોરીના બનાવને અંજામ આપતા હોય છે. મંદિર ચોરીઓના ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ પોલીસને હજુ સફળતા મળી નથી ત્યાં મુન્દ્રાના ભાગોળે એમઆઈસીટી કોલોનીમાં એક સાથે 10 થી વધુ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. 

પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા વધુ  તપાસ  હાથ  ધરી 
બનાવ અંગે મુન્દ્રાના પીઆઈ હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું હતું કે ચોરીનો બનાવ બન્યો છે અને 10 જેટલા મકાનના તાળા તૂટ્યા છે તે વાતને સમર્થન આપ્યું હતું.વધુમાં ઉમેર્યું હતું કે, હાલ એક ટીમ એમઆઈસીટી ખાતે પહોંચી છે  પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને ગંધ પારખું શ્વાનની મદદથી ચોરીના બનાવની વિગતો જાણવા માટે તજવીજ હાથ ધરી હતી. 
સોના-ચાંદીની કેટલી માલ-મત્તાની ઉઠાંતરી તસ્કર ગેંગ કરી 
10 મકાનોમાંથી રોકડ કે સોના-ચાંદીની કેટલી માલ-મત્તાની ઉઠાંતરી તસ્કર ગેંગ કરી ગઈ છે તે વિગતો પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ થયા બાદ જ સામે આવે તેમ છે. એમઆઈસીટીના મુખ્ય પ્રવેશદ્વાર પર બે સીસીટીવી કેમેરા લગાવાયેલા છે, જ્યારે કોલોનીની અંદર એક પણ સીસીટીવી કેમેરોન હોવાની સૂત્રોએ જણાવ્યું હતું. કોલોનીની પાછળના ભાગે કાંટાઓના ઝુડ વિસ્તાર છે અને પ્રવેદ્વાર પર સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત છે. થોડા સમય અગાઉ મુન્દ્રા પોલીસે રહેવાસીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, રહેવાસીઓ બહાર ગામ જાય ત્યારે ઘરમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ લોકરમાં અથવા સગા-સંબંધીને ત્યાં સાચવવા માટે આપી જાય જેથી ચોરીનો બનાવ બને ત્યારે કિંમતી ચીજવસ્તુ ગુમાવવાનો વારો ન આવે તેવી સલાહ પણ આપી હતી. 
મકાનના તાળા તોડવા માટે બેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે શંકા
જોકે, એક સાથે 10થી વધુ મકાનોના તાળા તૂટ્યાં અને કેટલો મુદ્દામાલ તસ્કર ગેંગ ઉઠાવી ગઈ તેમજ કેટલા તસ્કરોએ આ બનાવને અંજામ આપ્યો તે તપાસમાં બહાર આવશે.પોલીસને તપાસ વેળાએ એક જૂનો તાળો અને ક્રિકેટનો બેટ આ સ્થળેથી મળી આવ્યો હતો. આમ મકાનના તાળા તોડવા માટે બેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે શંકા નકારી શકાય નહીં આ ચોરીના બનાવને લઈને રહેવાસીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.