Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kalol: ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા સ્થાનિકો પરેશાન, 2 ની તબિયત લથડી

12:21 PM May 25, 2024 | VIMAL PRAJAPATI

Kalol Industrial Area: વાતાવરણ અત્યારે ખુબ જ ખરાબ થઈ ગયું છે અને તેમાં પણ અત્યારે ફેક્ટરીઓમાંથી ઝેરી ગેસ પર્યાવરણમાં છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, પરંતુ લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફેક્ટરીઓ હવાને વધારે પ્રદૂષિત કરી રહીં છે. કલોલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર (Kalol Industrial Area)માં ઝેરી ગેસ છોડતા ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી સામે આવી છે.

રાત્રિના સમયે ગેસ છોડતા શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો

મળતી વિગતો પ્રમામે કલોલમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા સ્થાનિકો પરેશાન થયા છે. નોંધનીય છે કે, ઝેર ગેસને લઈને સ્થાનિકોએ ફરિયાદ પણ નોંધાવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે રાત્રિના સમયે ગેસ છોડતા શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો થઈ રહીં છે. ફેક્ટરી દ્વારા રાત્રે ગેસ છોડવામાં આવે છે જેથી આ મામલે કોઈને જાણ ના થઈ શકે! પરંતુ સ્થાનિકોને તેની જાણ થતા ફરિયાદ થઈ છે અને લોકો કાર્યવાહી માટે માગ કરી રહ્યા છે.

2 દિવસથી ઝેરી ગેસ છોડનામાં આવતા લોકો ત્રાહિમામ

નોંધનીય છે કે, અગાઉ સ્વામિનારાયણ ગુરૂકુળ હોસ્ટેલમાં 2 વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. કલોલમાં ફેક્ટરીઓ દ્વારા સતત 2 દિવસથી ઝેરી ગેસ છોડનામાં આવતા લોકો ત્રાહિમામ થયા છે. કારણ કે, આ ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસમાં લેવામાં તકલીફો થઈ રહીં છે. ઉલ્લેખનીય છે કે, કલોલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર (Kalol Industrial Area)ની ફેકરીઓમાંથી દુર્ગંધ મારતો ઝેરી ગેસ છોડવાની ફરિયાદ સ્થાનિક રહીશોમાં ઉઠી છે. મળતી જાણકારી પ્રમાણે થોડા સમય પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્ટેલની 2 વિદ્યાર્થિની આ ગેસની દુર્ગંધથી તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે ખસેડાઇ હતી. લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે, આ મામલે સત્વરે કોઈ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: Surat: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કામરેજમાં દરોડા, કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો: Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્નઆ પણ વાંચો:

આ પણ વાંચો: Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી