+

નૂતન વર્ષે ગીરની સિંહણ તથા બાળ સિંહ પોરબંદરના બન્યા મહેમાન

અહેવાલ – કિશન ચૌહાણ પોરબંદર જિલ્લામાં દસ દિવસ પૂર્વે ગીરની સિંહણે તેના બાળ સિંહને બચાવવા છેક અમરેલી-ધારી સાઈડથી પ્રવાસ આંટાફેર કરતાં-કરતાં કુતિયાણાના ખાગેશ્રી ગામ આસપાસ પ્રવેશ કર્યાે હતો. દિવાળીના મોડી…

અહેવાલ – કિશન ચૌહાણ

પોરબંદર જિલ્લામાં દસ દિવસ પૂર્વે ગીરની સિંહણે તેના બાળ સિંહને બચાવવા છેક અમરેલી-ધારી સાઈડથી પ્રવાસ આંટાફેર કરતાં-કરતાં કુતિયાણાના ખાગેશ્રી ગામ આસપાસ પ્રવેશ કર્યાે હતો. દિવાળીના મોડી સાંજના સમયે છાંયા એસીસી બંધ ફેકટરીથી રીવરફ્રન્ટ સુધીના વિસ્તારમાં તેના આંટાફેરા થઈ રહ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળી તહેવાર સિંહણ તથા બાળ સિંહ રઘુવંશી નજીકના રોડ ક્રોશ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. તત્કાલીક વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી થોડી સમય સુધી રસ્તો બંધ કરાયો હતો. હાલ પણ સિંહણ તથા બાળસિંહ છાંયા બંધ એસીસી ફેકટરી વિસ્તારમાં જ છે, અને બંન્ને સુરક્ષિત છે. તેવુ વનવિભાગના સુત્રો જણાવી રહ્યાં છે. સતત પેટ્રોલિંગ સહિત કામગિરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે

અમરેલી-ધારી તરફની સિંહણ તેના બાળ સિંહને બચાવવા પોરબંદર જિલ્લામાં પ્રવેશ કર્યાે

પોરબંદર જિલ્લામાં થોડા દિવસો પહેલા જ એક સિંહણ તેના સિંહબાળને લઈને કુતિયાણા પંથકમાં પ્રવેશ કર્યો છે ત્યારબાદ આ સિંહણ તેના બચ્ચાને લઈને રાણા વડવાળા તથા ભડ વચ્ચેના વિસ્તાર પહોંચી હતી. અને હાલ સિંહણ પોરબંદરના છાંયા એસીસી બંધ ફેકટરી વિસ્તારમાં છે. એક કહેવાતી વાત મુજબ આ સિંહણ અમરેલી, ધારી સાઈડથી આવી છે. તેને ત્રણ બચ્ચા હતા જેમાંથી સિંહે તેના બે બચ્ચાને મારી નાખ્યાં છે જેથી આ એક બચ્ચાને બચાવવા આ સિંહણે પોરબંદર જિલ્લામાં પ્રવેશ કર્યો છે. સિંહણ તેના બચ્ચાને લઈને કુતિયાણાના મહિયારી અને જમરા ગામ વચ્ચે જાેવા મળી હતી.

મોનીટરીંગ માટે સિંહણને લગાવાયો છે. રેડિયો કોલર

અમરેલીના ધારા સાઈડથી આવેલી ચડેલી સિંહણ હાલ પોતાનું મુકામ નેચરલી રીતે શોધે છે જેથી વિવિધ ગામોના વિસ્તારોમાં આંટાફેરા કરે છે અને પોતાની અનુકૂળ જગ્યા પસંદ કરે છે.કુતિયાણાના ખાગેશ્રી બાદ રાણાકંડોરણા અને હવે દિવાળી -નૂતનવર્ષના તહેવાર સિંહણ તથા બાળ સિંહ પોરબંદરના મહેમાન બન્યા છે.જેનું વનવિભાગની ટીમ રેડિયો કોલરની મદદથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ લોકવાત મુજબ છાંયા એસીસી વાળા રઘુવંશી વાળા રસ્તા પર દિવાળીના તહેવારે બંન્ને જાેવા મળ્યા હતા જેના પગલે વનવિભાગની ટીમે જાણ કરવામાં આવી હતી. પોરબંદર વનવિભાગ ટી તાત્કાલિકા સ્થળ પર આવીને મુખ્ય રસ્તો બંધ કર્યાે હતો.

બરડામાં ૧૪૩ વર્ષે બાદ ચાલુ વર્ષે સાડા ત્રણ વર્ષના સિંહે બરડામાં પ્રવેશ કર્યાે હતો

પોરબંદરમાં વર્ષો અગાઉ બરડામાં પણ સિંહોનો વસવાટ હોવાના પુરાવા મળે છે અને છેલ્લે તે ૧૮૭૯ માં અહી હોવાનું જાણવા મળે છે ચાલુ વર્ષે બરડામાં વન્ય જીવ અભ્યારણ્યને એશિયાટીક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ તરીકે કે જયાં ૧૪૩ વર્ષ પછી સિંહ ની ઘર વાપશી થઇ છે. માંગરોળ પંથકનાં દરિયાઇ વિસ્તારમાંથી ફરતા -ફરતા ગત વર્ષે દિવાળી સમયે પોરબંદરનાં સિમાડા સુધી પહોંચી આવેલા ડાલા મથ્થાએ પોરબંદરના છાંયાથી લઇ રતનપર વિસ્તારમાં ૩ થી ૪ માસ જેટલો સમય ધામ નાંખ્યા બાદ બરડા ડુંગરમાં ગત ૧૮ જાન્યુઆરી ર૦ર૩ના રોજ બરડા ડુંગરમાં પ્રવેશ કર્યો હતો. વન વિભાગ દ્વારા સતત સિંહ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને જીનપુલમાંથી એક સિંહણને પણ જંગલમાં મુકત કરતાં હવે બરડામાં યુગલ સિંહોનો જલ્વો જાેવા મળી રહ્યો છે.

બરડામાં હાલ કેટલા સિંહ?

વન વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત જાન્યુઆરી માસમાં કુદરતી રીતે સિંહ પોતાનું બીજુ ઘર તરીકે બરડા ડંુગરમાં પ્રવેશ કર્યાે છે. જે ૧૪૩ વર્ષે બાદ એક ઐતિહાસિક ઘટના કહી શકાય છે. હાલ બરડા ડુંગરમાં એક નર સિંહ ઉપરાંત બે માદા સિંહણ પણ વસવાટ કરે છે. આ ઉપરાંત સાત વીરડા નેસ કાર્યરત જીનપુલ ખાતે પણ અન્ય સિંહોનું સંવર્ધન કરવામાં આવી આવી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter