Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો કોણ છે Twitter CEO બનનારી Linda Yaccarino?

12:05 AM May 13, 2023 | Viral Joshi

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરને નવા CEO મળી ગયા છે. ટ્વીટરનું નેતૃત્વ હવે મહિલાના હાથમાં આવ્યું છે. એલોન મસ્કે (Elon Musk) લિંડા યાકારિનોને (Linda Yaccarino) ટ્વીટરના નવા CEO (Twitter New CEO) બનાવ્યા છે. મસ્કે ટ્વીટ કરીને તેની જાણકારી આપી.

ટ્વીટ કરી જાણકારી આપી
એલોન મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હું ટ્વીટરના (Twitter) નવા CEO તરીકે લિંડા યાકારિનોનું (Linda Yaccarino) સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું. લિંડા બિઝનેસના ઓપરેશન્સ પર ફોક્સ કરશે જ્યારે મસ્ક પ્રોડક્ટ ડિઝાઈન અને ન્યૂ ટેક્નોલોજી સાથે જોડાયેલું કામ કરશે.

આ અગાઉ મસ્કે ગુરૂવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, તેમણે એક મહિલાને કંપનીના નવા CEO પસંદ કર્યાં છે. તેઓ આગામી 6 સપ્તાહમાં કંપની સાથે જોડાશે. યાકારિનોએ ગત મહિને મિયામીમાં એક એડવર્ટાઈઝિંગ કોન્ફરન્સમાં મસ્કનું ઈન્ટરવ્યૂ લીધું હતું. કોન્ફરન્સમાં યાકારિનોએ મસ્કના વર્ક એથિકની પ્રશંસા કરી હતી.

કોણ છે Linda Yaccarino?
59 વર્ષિય લિંડા યાકારિનો NBC યૂનિવર્સલ મીડિયા LLC માં ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એન્ડ પાર્ટનરશિપના ચેરમેન છે. 2011માં NBC યૂનિવર્સલ મીડિયા સાથે જોડાયા બાદ તેમણે કંપની માટે વન પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું. વન પ્લેટફોર્મે પ્રીમિયર વીડિયો ઈકોસિસ્ટમને બદલી દીધી. આ પ્લેટફોર્મ એડવર્ટાઈઝર્સને દરેક સ્ક્રિન અને ફોર્મેટમાં ઓડિયન્સ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

લિંડા પેન સ્ટેટ યૂનિવર્સિટીમાંથી લિબરલ આર્ટ્સમાં ડિગ્રી કરી ચુકી છે. તેના લગ્ન ક્લાઉડ પીટર માદ્રાજો સાથે થયા બંને ઈટાલિયન મૂળના છે. હાલ ન્યૂયોર્કમાં રહે છે. લિંડા એપલ, ગૂગલ જેવી બ્રાંન્ડ્સ સાથે કોમર્શિયલ પાર્ટનરશિપ માટે જાણીતી છે. આ સિવાય ફોર્ચ્યૂન, ફોર્બ્સ જેવા પબ્લિકેશન તેમને પ્રભાવશાળી અને શક્તિશાળી મહિલા તરીકે પસંદ કરી ચુક્યાં છે.

આ પણ વાંચો : અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા, મોરિશસના મંત્રીએ સંસદને જણાવ્યું