Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાનું મૃત્યુ, અત્યારસુધીમાં કુલ 8 ચિત્તાઓના મોત

05:30 PM Jul 14, 2023 | Dhruv Parmar

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. ચિતા તેજસના મોત બાદ વધુ એક ચિતા સૂરજનું મોત નિપજ્યું છે. ત્રણ દિવસ પહેલા 11મી જુલાઈના રોજ તેજસનું મોત થયું હતું, ત્યારે વધુ એક ચિતાના મોતના સમાચારો સામે આવ્યા છે. સૂરજની મોત બાદ કૂનો નેશનલ પાર્કમાં 4 ચિતા અને 4 બચ્ચા જ બચ્યા છે.

જણાવવામાં આવ્યું છે કે કૂનોમાં અત્યાર સુધીમાં 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે, જ્યારે 5 ચિત્તાના મોત થયા છે. કુલ મળીને 8 ચિત્તાઓ મૃત્યુ પામ્યા છે. આ પહેલા સોમવારે ચિત્તા ‘દક્ષ’નું મૃત્યુ થયું હતું. તે જ સમયે, પ્રથમ મૃત્યુ નામીબિયન ચિત્તાનું હતું, જેનું કિડનીની સમસ્યાને કારણે આ વર્ષે 27 માર્ચે મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે, કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા 5 મહિનામાં 8 ચિત્તાબ મોત નીપજવાની ઘટના બની છે. મહત્વનું છે કે, ચિત્તા તેજસના મોત બાદ પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે તે નબળો પડી ગયો હતો અને માદા ચિત્તા સાથેની હિંસક લડાઈ બાદ તેનું મોત થયું હતું.

17 સપ્ટેમ્બર 2022ના રોજ પીએમ મોદીએ ચિતા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. પરંતુ એક પછી એક ચિતાના મૃત્યુની ઘટનાઓ બનતી રહી. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં વન મંત્રી વિજય શાહે માહિતી આપી હતી કે ચિતા પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં કુલ 32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Love Story : વધુ એક ‘સીમા’ સરહદ પાર કરીને આવી ભારત, પરંતુ પ્રેમી નીકળ્યો બેવફા