+

તત્કાળ યુક્રેન છોડો, જાણો કેમ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી

યુક્રેન (Ukraine)માં રશિયન (Russia) આક્રમણ અવિરત ચાલુ છે. દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy)મંગળવારે એક નવી એડવાઈઝરી જારી કરી છે. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને દૂતાવાસે આ એડવાઈઝરી જારી કરી છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિતિ બાદ આવી જ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. તમને જણાવી àª
યુક્રેન (Ukraine)માં રશિયન (Russia) આક્રમણ અવિરત ચાલુ છે. દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy)મંગળવારે એક નવી એડવાઈઝરી જારી કરી છે. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને દૂતાવાસે આ એડવાઈઝરી જારી કરી છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિતિ બાદ આવી જ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દૂતાવાસે એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી એડવાઈઝરી જારી કરી છે.
શું કહ્યું ભારતીય દૂતાવાસે
ભારતીય દૂતાવાસે કહ્યું, કે 19 ઓક્ટોબરના રોજ દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીના સિલસિલામાં, યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ માધ્યમો દ્વારા તરત જ યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે કહ્યું કે કેટલાક ભારતીયો યુક્રેન છોડી દીધું છે.  

કોઇ પણ સહાયતા માટે સંપર્ક કરવા જણાવાયું
દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે યુક્રેનિયન સરહદ સુધી મુસાફરી માટે કોઈપણ માર્ગદર્શન અથવા સહાયતા માટે તેનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રશિયાનો પરમાણુ અભ્યાસ
બીજી તરફ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. સતત પરમાણુ હુમલાની ધમકી આપનાર રશિયા ફરી એકવાર પરમાણુ અભ્યાસ કરવા જઈ રહ્યું છે. છેલ્લી વખત રશિયાએ ફેબ્રુઆરીમાં પરમાણુ કવાયત હાથ ધરી હતી. રશિયાએ તેની કવાયત અંગે અમેરિકાને ઔપચારિક માહિતી પણ આપી છે. અહીં નોંધનીય બાબત એ છે કે 30 ઓક્ટોબર સુધી અમેરિકા અને તેના સહયોગી દેશો પણ પરમાણુ કવાયત કરી રહ્યા છે. 2 મહાસત્તાઓની પરમાણુ કવાયતથી ઝેલેન્સકી ડરી ગયા છે.
નાટો દેશોનો પણ પરમાણુ અભ્યાસ
યુક્રેન યુદ્ધનો આ સૌથી ખતરનાક વળાંક છે. 17 ઓક્ટોબરથી, 14 નાટો દેશો બેલ્જિયમમાં પરમાણુ અભ્યાસમાં રોકાયેલા છે. આ પરમાણુ કવાયત 30 ઓક્ટોબરે પૂરી થાય તે પહેલા રશિયા તરફથી એક મોટા સમાચાર આવ્યા. નાટોનો સામનો કરવા માટે રશિયા પણ પરમાણુ કવાયત શરૂ કરી રહ્યું છે. જેનું નામ થન્ડર ન્યુક્લિયર એક્સરસાઇઝ છે. રશિયામાં તેને ગ્રોમ પણ કહેવામાં આવે છે.
અમેરિકાની ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે રાત્રે રશિયા તરફથી પરમાણુ હુમલાના ખતરા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘કોઈ પણ પરમાણુ હુમલો ચોક્કસપણે રશિયાની ‘ગંભીર ભૂલ’ હશે.  અમેરિકા લગાતાર રશિયાના પરમાણુ હુમલાને લઇને ચેતવણી આપી રહ્યું છે કે તે ભુલથી પણ યુક્રેન પર પરમાણુ હુમલો ના કરે. નહીં તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 
Whatsapp share
facebook twitter