+

ભાજપ મુખ્યાલયમાં આજે થશે જીતની શાનદાર ઉજવણી, પીએમ મોદી કરશે સંબોધન

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુમતી મેળવી છે, જ્યારે મણિપુર અને ગોવામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપ હેડક્વા

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના
શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીમાં બીજેપી
હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તમને જણાવી
દઈએ કે ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુમતી
મેળવી છે
, જ્યારે મણિપુર અને ગોવામાં પણ શાનદાર
પ્રદર્શન કર્યું છે.


ભાજપ હેડક્વાર્ટર ખાતે વિજયોત્સવ યોજાશે

વિધાનસભાની ચૂંટણીમાં વિજયની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં
પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી
આપશે.


ચાર રાજ્યોમાં ભાજપ આગળ

ભારતીય જનતા પાર્ટી  રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ
વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી જીત તરફ આગળ વધી રહી છે અને અન્ય ત્રણ રાજ્યોમાં આગળ
છે. દેશના પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં મતદાન થયું હતું. કેન્દ્રમાં
સત્તાધારી પક્ષ ભાજપ આમાંથી ચાર રાજ્યોમાં દિવસના અંત સુધીમાં જીત મેળવી શકે છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ઉત્તરાખંડ
, મણિપુર અને
ગોવામાં ભાજપ આગળ છે. તમામની નજર રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ પર છે
જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની
આગેવાની હેઠળની ભાજપ સરકાર સતત બીજી વખત સત્તા પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે.

2017માં ભાજપે 312 સીટો જીતી હતી

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ઉત્તર પ્રદેશની કુલ 403 બેઠકોમાંથી ભાજપ 243થી વધુ બેઠકો પર આગળ છે. અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 બેઠકો જીતી હતી. ભાજપ આ વખતે ભલે તેના અગાઉના પ્રદર્શનથી પાછળ રહી
જાય
, પરંતુ તે અડધીથી વધુ બેઠકો સરળતાથી જીતી લે
તેવું લાગી રહ્યું છે. ત્રણ દાયકાથી વધુ સમયમાં આ પ્રથમ વખત બનશે જ્યારે રાજ્યમાં
સતત બીજી ટર્મ માટે કોઈ પાર્ટી સરકાર બનાવશે.

 

Whatsapp share
facebook twitter