Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અદાણી બંદર ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર, રાજ્ય સરકાર પર વરસી કોંગ્રેસ

06:54 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ભાજપ,
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. ત્યારે રાજ્યમાં કથળી રહેલી કાયદા
અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.


ગરવી ગુજરાતમાં ડ્રગ્સ કૌભાંડ: વિપક્ષ નેતા

યુવાનો અને ખેડૂતોની સમસ્યાઓ, રાજ્યમાં બેરોજગારીની સ્થિતિ, રાજ્યમાં વધી રહેલા નશીલા દ્રવ્યોનાં વેપાર અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ આકરા
પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે
, ‘ગરવી ગુજરાતમાં ડ્રગ્સ કૌભાંડ થઈ રહ્યું છે’. રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયમાં
215 કરોડ 14 લાખ 39 હજાર ડ્રગ્સ અને દારૂ ઝડપાયું
છે. અદાણી બંદર ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર છે. આ મામલે
, ગુજરાત અને ભારત સરકાર તપાસ કરતી નથી. તપાસ ઉચ્ચ કક્ષાએ થાય તેવી માંગણી કરીએ છીએ.


શિક્ષીત બેરોજગાર નોકરી ન મળવાથી કંટાળીને ડ્રગ્સનાં રવાડે
ચડ્યા છે તો બીજી બાજુ
, પરીક્ષામાં કૌભાંડ થાય
છે અને પેપર ફૂટી જાય છે. યુવાનોને આડકતરી રીતે બેરોજગાર બનાવવામાં આવે છે. મુંદ્રા
બદરમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી અને ક્યાં લઈ જવાનું હતું તે અંગે તપાસ કેમ થતી નથી.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દરરોજ દારૂની ગાડીઓ આવે છે. સરકારનું તંત્ર દારૂનો ધંધો
કરાવે છે એવી પ્રજા અમને ફરિયાદ કરે છે.


રાજ્યમાં ઉડતા પંજાબ, ઉડતા ભાજપ અને ઉડતા અદાણીની
સ્થિતિ

વધુમાં ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ કથળી છે. ખુલ્લેઆમ ડ્રગ અને દારૂ મળી રહ્યો છે. મુદ્રા પોર્ટ અદાણી દ્વારા
ચલાવવામાં આવે છે. ગુજરાતની ભાજપની સરકાર તપાસનાં મૂળમાં ગઈ નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું
નામ લઈને ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું તેવું કહેવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સનું ભૂકંપ
કેન્દ્ર અદાણી પોર્ટ છે. ઉડતા પંજાબ
, ઉડતા ભાજપ અને ઉડતા અદાણીની સ્થિતિ છે. ચૂંટણીમાં ભાજપને અદાણી ફંડ આપે છે. પોલીસ અધિકારીઓ સાથે
સાંઠગાંઠ હોવાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. કમલમ સુધી દારૂનાં હપ્તા પહોંચે
છે. આ રાજ્યમાં ગૃહમંત્રીનાં કાકાની ખુલ્લેઆમ હત્યા થઈ જાય છે.


વિધાનસભામાં સરકારને
ઘેરવામાં આવશે

વધુમાં સી.જે ચાવડાએ કહ્યું
કે
, જે રાજ્યમાં ભાજપનાં પ્રદેશ
પ્રમુખ પર
116 કેસ હોય ત્યારે આજે ગુજરાતને
ઉડતું ગુજરાત બનાવી દીધું છે.
40 લાખ બેરોજગારો ડ્રગ્સ રવાડે છે. પરીક્ષામાં પેપર ફૂટી જાય છે. ચાર વર્ષમાં અધિકારી
કર્મચારી નિવૃત થયાં તેના
20
ટકા ભરતી થઈ નથી. દર વર્ષે આઉટ સોર્સિંગથી એક લાખ કરોડનું કૌભાંડ થઈ રહ્યું છે.
ગુજરાતનું જળ
, જમીન અને જંગલ વેચાઈ રહ્યું
છે. આ મુદ્દે વિધાનસભામાં સરકારને ઘેરવામાં આવશે.