Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીના જન્મદિવસ પર રાજકોટ જિલ્લામાં 9 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને 3 બાલ સેવા કેન્દ્રનું લોકાર્પણ

08:32 PM Sep 17, 2023 | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે  ‘આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય  યોજના’ અંતર્ગત ગોંડલના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારમાં 9  હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા 3 બાલ સેવા કેન્દ્રનું લોકાર્પણ  કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી શ્રી રાઘવજી પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ તકે PMJAY કાર્ડ, ABHA કાર્ડ, બ્લડ ડોનેશન મેગા કેમ્પ પણ  યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૩મા જન્મ દિનની શુભકામના પાઠવી 
પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ગોંડલના રાજવી પૂજ્ય ભગવતસિંહજીને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૩માં જન્મ દિનની શુભકામના પાઠવી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં  થયેલી મુન મિશન, જી-૨૦ સમિટ, કોરોના રસીકરણ સહિતની ઉત્તમ કામગીરીને કારણે આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. લોકોને આરોગ્ય ક્ષેત્રે  ઉત્તમ સુવિધાઓ મળે તથા ધાત્રી, સગર્ભા માતા, બાળકો માટે પૌષ્ટિક ખોરાક દવાઓ મળે તેની ચિંતા શ્રીનરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે કરેલી છે.  ૧૦૮ની સુવિધા, પ્રસુતાઓને લેવા-મુકવા માટેની ખીલખલાટ વાન વગેરે સુવિધાઓના લીધે માતાનો મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ઘટ્યો. બાળકોની તંદુરસ્તી માટે વિવિધ રસીકરણ, આંગણવાડી શાળામાં આરોગ્ય તપાસણી, આયુષ્માન યોજના થકી  રુ. પાંચ લાખનું  કેન્દ્ર સરકાર અને રુ.  પાંચ લાખની રાજ્યસરકારની સહાય, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્યક્ષેત્રે નવાનવા પ્રકલ્પો શરૂ થયા છે, જેને લીધે રાજ્યભરની આરોગ્ય વિષયક સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ  જણાવ્યું હતું કે  છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડવા દેશના વડાપ્રનધાન અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરંભાયેલા અનેક પ્રકલ્પોએ ખરા અર્થમાં માનવ સેવાની  ઉજવણી કરી છે.

અતિકુપોષિત બાળકો માટે રૂ. ૩.૫૦ લાખની કીટ
અતિકુપોષિત બાળકો માટે રૂ. ૩.૫૦ લાખની કીટ બાળકો માટે અર્પણ કરતા રામભાઇ મોકરિયાએ કહ્યું હતું કે, આયુષ્માન કાર્ડની યોજના દ્વારા દેશની ૫૦ કરોડની વસ્તીને આવરી લઈ આ યોજનાને વિશ્વની પ્રથમ આરોગ્યલક્ષી યોજના બનાવી છે.  જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્યની વધુ  સુવિધાઓ મળે તે માટે સરકારશ્રી સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લો પી.એમ.જે.એ.વાય. અને આભા કાર્ડમાં રાજ્ય સ્તરે ત્રીજા ક્રમે છે અને લોક આરોગ્યની પ્રાથમિકતા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કાર્યરત છે. આ કાર્યક્રમ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંત્રી દ્વારા ૧૨ કેન્દ્રોની તકતીઑનું અનાવરણ કરાયુ હતું.

કુલ 9  હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત કરાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 3, જેતપુરમાં ૨, ધોરાજીમાં ૨ ઉપલેટામાં એક અને જસદણમાં એક મળી કુલ 9  હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત કરાયા છે. જેથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધામાં વધારો થશે. આ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં એક મેડિકલ ઓફિસર, એક સ્ટાફ નર્સ, એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (SI), એક આયાબેન અને એક સિક્યુરિટી મળી કુલ ૫ (પાંચ) જગ્યાઓ મંજુર કરવામાં આવી છે,  આ તમામ ૯ મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફને  નિમણુક પત્રના ઓર્ડર મંત્રીના હસ્તે અપાયા હતા. આ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે કાયમી ઓ.પી.ડી.ની સેવાઓમાં કુલ ૧૦૯ ઉપરની દવાઓ અને સાત પ્રકારના મેડિકલ ટેસ્ટ કરી આપવામાં આવશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી,  તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંગ, તાલુકા હેલ્થ ઓફિસરઓ,  પદાધીકારીઓ, અગ્રણીઓ તેમજ નગરજનો  ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે આભારવિધિ કરી હતી.