Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

HARNI KAND : નિર્દોષ ભૂલકાંના છેલ્લા દ્રષ્યો પથ્થરદિલને પણ ધ્રુજાવી દે તેવા….

11:58 PM Jan 18, 2024 | Vipul Pandya

HARNI KAND : હરણી લેક (HARNI KAND ) માં પિકનીક પર આવેલા આ માસૂમ બાળકોને અને શિક્ષકોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી પિકનીક બની રહેવાની છે. તંત્રના પાપે આ નિર્દોષ ભૂલકાઓનું જીવન સમાપ્ત થઇ ગયું છે. આજનો દિવસ દેશ માટે કાળો દિવસ બની રહ્યો છે કારણ કે ઘોર બેદરકારીએ માસૂમોનો ભોગ લીધો છે.

બાળકો કતારમાં ઉભા રહીને એક પછી એક ફન પાર્કમાં પ્રવેશી રહ્યા છે

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કુલના 1થી 6 ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો ગુરુવારે બપોરે મોટનાથ તળાવ સ્થિત ફન ટાઇમ અરેના પાર્ક ખાતે પિકનીક માટે આવ્યા હતા અને તે વખતે ફન પાર્કના સીસી ટીવીમાં તેઓ કેદ થઇ ગયા હતા. પોતાના શિક્ષકોની સૂચના મુજબ આ બાળકો કતારમાં ઉભા રહીને એક પછી એક ફન પાર્કમાં પ્રવેશી રહ્યા હોય તેવા સીસી ટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આ સીસી ટીવી ફૂટેજમાં માસૂમ બાળકો ખુશ થઇનેમજા માણવા જઇ રહ્યા હોય તેવું જોવા મળે છે પણ કોને ખબર હતી કે આ બાળકો પૈકી ઘણા બાળકો હવે પાછા જોવા મળવાના નથી.

આ બાળકોના છેલ્લા સીસી ટીવી કાળજુ કંપાવી દે છે

હરણી લેક દુર્ઘટનામાં 2 શિક્ષીકા અને 13 બાળકો મળીને 15 નિર્દોષના ભોગ લેવાયા છે જ્યારે અન્ય 15 બાળકો તથા શિક્ષકો સહિત 17 નું રેસ્ક્યું કરવામાં આવ્યું છે અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાળકોના છેલ્લા સીસી ટીવી કાળજુ કંપાવી દે છે. ભલભલાની આંખમાં આસું આવી જાય તેવી આ ઘટના છે. લેકઝોનમાં 27 બાળકોને એક જ બોટમાં બેસાડી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ હતું અને તેના કારણે જ આ દુર્ઘટના સર્જાઇ છે.

કોન્ટ્રાક્ટરને બચાવી લેવાશે તેવા સવાલો લોકો પુછી રહ્યા છે

સામાન્ય માણસ આ દુર્ઘટનાથી ધ્રુજી ઉઠ્યો છે. લોકોમાં આક્રોષ છે કે આ ગોઝારી દુર્ઘટનામાં બાળકોના મોતનો જવાબદાર કોણ . જવાબદાો સામે કડક કાર્યવાહી કરાશે કે કેમ અને કોન્ટ્રાક્ટરને બચાવી લેવાશે તેવા સવાલો લોકો પુછી રહ્યા છે.

આ પણ વાંચો—HARANI UPDATE: વડોદરા દુર્ઘટના પર HARSH SANGHAVI નું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ