Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લેબગ્નોન ડાયમંડની આયાતમાં ઘટાડો, નેચરલ રફ ડાયમંડની માંગમાં વધી

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધુ હોવાથી હીરા ઉદ્યોગકારો દ્વારા મોટા પાયે રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ધારણા કરતા વધારે ડાયમંડ જ્વેલરીની માંગ ઉઠી હતીય ગયા વર્ષે એટલે કે 2021 ના નવેમ્બર મહિનામાં નીકળેલી ડિમાન્ડની સરખામણીએ ચાલુ વર્ષે એટલે કે 2022 નવેમ્બર મહિનામાં નેચરલ રફ હીરાની આયાતમાં 24 ટકાનો વધારો નોંધાયો હતો. જેને ધ્યાને લઇ હીરા ઉદ્યોગકારો આકર્ષાયા હતા.

બીજી બાજુ જો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરેલા આંકડાઓ પણ નજર કરીએ તો ગત વર્ષે નવેમ્બર મહિનામાં 1071 મિલિયન યુએસ ડોલરના નેચરલ રફ હીરાની આયાત કરવામાં આવી હતી. જ્યારે તેની સામે ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં 1330.49 મિલિયન યુ.એસ ડોલરના રફ હીરાની આયાત કરવામાં આવી, જે પાછલા વર્ષે નવેમ્બર મહિના કરતાં 24% વધારે નોંધાઈ છે.

હીરા ઉદ્યોગકારોનું માનવું છે કે, ઓક્ટોબર મહિનામાં દિવાળી વેકેશન બાદ હીરાના કારખાનાંઓ ખૂલતા હીરા ઉદ્યોગકારો દ્વારા રફ હીરાની મોટા પાયે ખરીદી કરવામાં આવી હતી. તે સિવાય ક્રિસમસના ઓર્ડરોને પહોંચી વળવા પણ રફ ડાયમંડની ખરીદી કરવામાં આવી હતી. જેને લીધે આયાતમાં વધારો નોંધાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.