Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લાલુ પ્રસાદ યાદવ ફરી થશે રાજકારણમાં સક્રિય, જાણો શું કહ્યું તેમણે?

10:40 AM Apr 28, 2023 | Vipul Pandya



RJDના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ફરી રાજકારણમાં સક્રિય થઇ શકે છે. RJDની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા દિલ્હીથી પટના પહોંચેલા લાલુ યાદવે
મીડિયા સાથે વાત કરતાં ફરી સક્રિય રાજકારણમાં આવવાની વાત કરી.


લાલુ પ્રસાદ યાદવ 10 ફેબ્રુઆરીએ RJDની પ્રસ્તાવિત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં
ભાગ લેવા દિલ્લી પહોંચ્યા છે, 
અને તેમની સાથે મીસા
ભારતી પણ
આ બેઠકમાં
આવી પહોચી હતી. પટના એરપોર્ટ પર
તેજસ્વી યાદવ
RJDના પ્રદેશ
અધ્યક્ષ જગદાનંદ સિંહ
,
તેજ પ્રતાપ યાદવ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.


પત્રકારો સાથે વાત કરતા આરજેડી સુપ્રીમોએ
ભાજપ પર નિશાન સાધ
વાનું ચૂક્યા ન હતા. આ દરમિયાન તેમણે સક્રિય રાજકારણમાં પાછા
ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કાયદાકીય પ્રતિબંધ ખતમ થયા બાદ
તેઓ ચૂંટણી પણ લડશે અને સંસદમાં જઈને સવાલ-જવાબ પણ કરશે. 
સાંપ્રદ સમયમાં લાલુ યાદવની તબિયત ખરાબ છે અને પટના એરપોર્ટ પર પણ
તેઓ વ્હીલ ચેર પર કારની બહાર પહોંચ્યા હતા.


બીજી તરફ RJDની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસસ્થાને આરજેડીના ટોચના નેતાઓની બેઠક
એમએલસી ચૂંટણીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા
માં આવી હતી અને આ બેઠક તેજસ્વી યાદવના નેતૃત્વમાં યોજાઈ હતી. બેઠકમાં RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ બારી સિદ્દીકી,
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ રજક,
આલોક મહેતા સહિત ઘણા ટોચના નેતાઓ હાજર
રહ્યા હતા.