Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લાલુ પ્રસાદ યાદવના આગમનના પગલે તૈયારીઓ, RJDની નવી દિશા નક્કી કરશે લાલુ?

11:27 AM Apr 23, 2023 | Vipul Pandya

બિહારમાં કોંગ્રેસ સાથે આરજેડીના સંબંધો ખતમ થયા બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ બુધવારે ભાવિ દિશા નક્કી કરવા પટના આવવાના છે. લાલુપ્રસાદ યાદવની અધ્યક્ષતામાં ગુરુવારે આરજેડીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી છે વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત 26 રાજ્યોના 250થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠક માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પટનાને શણગારવામાં આવી રહ્યું છે. વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
RJD શરૂ કરશે સંગઠન અભિયાન
કાર્યકારિણીનો ઉદ્દેશ્ય આરજેડી સંગઠનની ચૂંટણી અને સભ્યપદ અભિયાન શરૂ કરવાનો છે. આરજેડીના રાજ્ય પ્રવક્તા ચિત્તરંજન ગગને કહ્યું કે ‘પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ બારી સિદ્દીકી, રાષ્ટ્રીય મહાસચિવ ભોલા યાદવ અને શ્યામ રજકે તૈયારીઓની સમીક્ષા કરી છે. આ બેઠક હોટલ મૌર્યના અશોકા હોલમાં યોજાવાની છે, જેને સમાજવાદી નેતા જગદેવ પ્રસાદનું નામ આપવામાં આવ્યું છે. રાજધાનીમાં વિવિધ સ્થળોએ તોરણ બનાવવામાં આવી રહ્યા છે. બેનર-હોર્ડિંગ્સ અને પાર્ટીના ઝંડા લગાવવામાં આવી રહ્યા છે. આરજેડીના દસ આદર્શ નેતાઓના નામ પર શહેરના મુખ્ય ચોક પર 10 તોરણ બનાવવામાં આવી રહ્યા છે.
એરપોર્ટ અને સ્ટેશન પર સ્વાગત કક્ષ 
પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ બુધવારથી જ પટના પહોંચવાનું શરૂ કરશે અને તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારગામથી આવનારા ડેલિગેટ્સ માટે એરપોર્ટ અને સ્ટેશન પર રિસેપ્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આરજેડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી સત્ર માટે સભ્યપદ અભિયાન અને સંગઠનની ચૂંટણીના કાર્યક્રમની સાથે દેશ અને રાજ્યની વર્તમાન સ્થિતિમાં આરજેડીની ભૂમિકા અને વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે.