+

બહુચરાજીમાં પાર્કિંગની યોગ્ય સુવિધાના અભાવે સર્જાઈ રહી છે ટ્રાફિકની સમસ્યા

શક્તિપીઠ બહુચરાજીમાં (Becharaji) માઇભક્તોની માં બહુચર પર અતૂટ શ્રદ્ધા સંકળાયેલી છે. સમગ્ર ગુજરાતના (Gujarat) ખૂણે ખૂણે થી ભક્તો માં બહુચર ના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. દર રવિવાર અને પૂનમના રોજ ભક્તો ની ભારે ભીડ રહે છે. ત્યારે અહીં આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધાના અભાવે ભારે મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.શક્તિપીઠ બહુચરાજી માં પ્રાથમિક સુવિધાનો અભાવગુજરાતભર માંથી આવતàª
શક્તિપીઠ બહુચરાજીમાં (Becharaji) માઇભક્તોની માં બહુચર પર અતૂટ શ્રદ્ધા સંકળાયેલી છે. સમગ્ર ગુજરાતના (Gujarat) ખૂણે ખૂણે થી ભક્તો માં બહુચર ના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. દર રવિવાર અને પૂનમના રોજ ભક્તો ની ભારે ભીડ રહે છે. ત્યારે અહીં આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધાના અભાવે ભારે મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.

શક્તિપીઠ બહુચરાજી માં પ્રાથમિક સુવિધાનો અભાવ
ગુજરાતભર માંથી આવતા શ્રધ્ધાળુઓ મોટા ભાગે પોતાનું પ્રાઇવેટ વિહિકલ લઈ બહુચરાજી આવતા હોય છે ત્યારે બહુચરાજી મંદિર અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પાર્કિંગની સુવિધા ના હોવાથી યાત્રિકો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બને છે. બહુચરાજી મંદિર પાસે બે નાના પાર્કિંગ છે જેમાં 25-25 વાહનો પાર્ક થયા બાદ ફૂલ થઈ જાય છે. ત્યારબાદ દર્શન માટે આવેલા યાત્રિકો મુખ્ય રોડ પર જ વાહન પાર્ક કરવા મજબૂર બની જાય છે અને જેના કારણે મુખ્ય હાઇવે પર આડેધડ પાર્કિંગ ને લઈ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
હાઇવે પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા
બહુચરાજી મંદિર ટ્રસ્ટ પાસે અનેક બિન જરૂરી જગ્યા પડી છે તેમ છતાં યાત્રિકોની પ્રાથમિક સુવિધા સમાન પાર્કિંગ સુવિધાના અભાવને કારણે યાત્રિકો પોતાની ગાડી ક્યાં પાર્ક કરવી એ એક પેચીદો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. અને કોઈ યોગ્ય પાર્કિંગ ની વ્યવસ્થા ના મળતા વાહન ચાલકો હાઇવે પર જ એટલે કે રોડ ઉપર જ પોતાની ગાડીઓ પાર્કિંગ કરી દેતા હોય છે એટલે મહેસાણા અને પાટણ સાઈડથી કાઠિયાવાડ ને જોડતો મુખ્ય હાઇવે હોવાથી લાંબા રૂટ ના સાધનો પણ અહીં થી મંદિર સામે ના હાઇવે પરથી જ પસાર થતા હોય છે પરિણામે સ્થાનિકો અને યાત્રિકો ટ્રાફિકની વિકિટ સમસ્યાનો ભોગ બને છે.
બહુચરાજી મંદિર હસ્તકની ખાલી પડેલી જગ્યા પાર્કિંગ માટે ઉત્તમ ઉપાય
શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તક ની અનેક જગ્યા છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો ચોક્કસથી હલ આવી શકે છે. મંદિરની આગળ અને હાઇવેને અડીને બનાવેલ એરાઈવલ પ્લાઝા જે બનાવ્યા ત્યારથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે જો ત્યાં મલ્ટીપ્લેક્સ પાર્કિંગ કે સીધુ પાર્કિંગ માટે ખુલ્લું મુકવામાં આવે તો આ ટ્રાફિક ની સમસ્યા નો ચોક્કસથી હલ નીકળી શકે છે. અંબાજી મંદિરમાં જે રીતે અનેક પ્રાઇવેટ તેમજ મંદિર હસ્તકના પાર્કિંગ છે જેથી ટ્રાફિક ના દ્રષ્યો બહુ ઓછા જોવા મળે છે બસ આજ રીતે હાલ માં બહુચરાજી માં દિનપ્રતિદિન ધસારો વધી રહ્યો છે તે જોતા આ પ્રકારની સુવિધા ઉભી કરવી ખૂબ અગત્ય ની બની રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter