+

Kutch Transport Association: કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બબાલ વચ્ચે બે પ્રમુખ

Kutch Transport Association: કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ના સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના…

Kutch Transport Association: કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ના સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પણ છે.

  • પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનનો મામલો ચર્ચાનો વિષય

  • હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે

  • એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇ બેઠક યોજાઈ

બીજી તરફ અર્જુનસિંહ ધારાસભ્ય પદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ પદ્દને લઇને મામલો ગરમાતા બન્ને જુથ્થના સમર્થકો સામે-સામે આવી ગયા હતા. પ્રમુખ પદ માટે બે જુથ્થો પડી જતા પહેલાથીજ નવાજુની થવાની સંભાવનના પગલે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો પરંતુ પોલીસને બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખને લઇને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

Kutch Transport Association

Kutch Transport Association

આ પણ વાંચો: BJP ના આ નેતાને ટાંકી Lalit Vasoya એ કહ્યું, તેમની વિરુદ્ધ મારે હાર માટે ઉમેદવારી નોંધાવી પડત..!

હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે

તો બીજી તરફ પદ્યુમનસિંહ જાડેજા પરિવારના બ્રીજરાજસિંહ જાડેજાનું સન્માન કરી અન્ય જુથ્થે તેને સમર્થન આપ્યું હતું. પધ્ધર પોલીસ સહિત અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળપ્રયોગ સાથે મામલો થાડે પાડ્યો હતો. પરંતુ એક સમયે નિવેદનબાજી દરમ્યાન બન્ને જુથ્થના સમર્થકો હાથાપાઇ પર આવી ગયા હતા. પદ્યુમનસિહ જાડેજાએ સ્ટેજ પરથી નવગણ આહિરના હાથમાંથી માઇક લેતા ભારે સુત્રોચાર સાથે મામલો તંગ બન્યો હતો. હાલ બન્ને જુથ્થે પોત-પોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામો જાહેર કર્યા છે. ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે. લાંબા સમયથી વાસણ ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્નને સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે.

આ પણ વાંચો: HASMUKH PATEL : LRD અને PSIની ભરતી મામલે હસમુખ પટેલનું નિવેદન

એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇ બેઠક યોજાઈ

પચ્છિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પણ છે. તે તથા વાસણ આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા.

અહેવાલ-કૌશિક છાંયા

આ પણ વાંચો: Chhotaudepur Election Voting: લોકસભાના અમૃત મહોત્સવ ઘરેબેઠા મતદાન કરવાની તબક્કાનો થયો પ્રારંભ

Whatsapp share
facebook twitter