+

Kutch : દેશમાં ગ્રીન એનર્જીનું હબ કચ્છ બનવા જઈ રહ્યું છે: CM ભુપેન્દ્ર પટેલ

Kutch :ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Gujarat Lok Sabha elections)લઈ ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)આજે કચ્છની (Kutch) મુલાકાતે આવ્યા છે. જેમાં…

Kutch :ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Gujarat Lok Sabha elections)લઈ ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)આજે કચ્છની (Kutch) મુલાકાતે આવ્યા છે. જેમાં મુખ્યમંત્રીએ માતાનામઢ આશાપુરા માતાજીના (Ashapura Mataji)દર્શન કરી પ્રચારની શરૂઆત કરી હતી. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના (BJP candidate Vinod Chavda)સમર્થનમાં નખત્રાણા ખાતે વિશાળ જનસભા સંબોધી હતી.

 

નખત્રાણા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું

નખત્રાણા ખાતે( Nakhtrana)મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતુ. આખા દેશમાં પીએમ મોદી અને ભાજપના સમર્થનમાં માહોલ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશનો ખુબજ વિકાસ થયા છે. 10 વર્ષના મોદીના શાસનમાં આજે દેશની અર્થ વ્યવસ્થા પાંચમા સ્થાને છે. આગામી સમયમાં દેશની અર્થ વ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચે તે માટે આપણે મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના માટે મુખ્યમંત્રીએ મતદારોને અપીલ કરી હતી. સાથે જ મુખ્યમંત્રીએ કચ્છમાં થયેલા વિકાસકામોના વખાણ કરતાં કહ્યું હતું કે દેશમાં ગ્રીન એનર્જીનું હબ કચ્છ બનવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રીની હાજરીમાં દલિત અધિકાર મંચના આગેવાનો ભાજપમાં જોડાયા

કચ્છમાં 30 ગીગાવોટ વિજળી ઉત્પન કરવા તરફ દેશ આગળ વધી રહ્યો છે. સાથે જ વિનોદ ચાવડાને ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે લીડથી જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં દલિત અધિકાર મંચના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં નરેશ મહેશ્વરી પોતાના 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભુપેન્દ્ર પટેલે તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તથા મુખ્યમંત્રીના હસ્તે નખત્રાણા ખાતે મધ્યસ્થ કાર્યલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.

કચ્છના ખમીર અને ખુમારની વાત કંઈક ન્યારી જ છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે કચ્છના ખમીર અને ખુમારની વાત કંઈક ન્યારી જ છે. આજે કચ્છ જિલ્લાના નખત્રાણામાં આયોજિત જાહેરસભામાં જનસંવાદનો અવસર મળ્યો. સ્થાનિકોએ ભારતીય જનતા પાર્ટી અને માનનીય મોદીજી પ્રત્યે જે સ્નેહ અને વિશ્વાસની લાગણી વ્યક્ત કરી તે બદલ સૌનો આભારી છું. છેલ્લા દસ વર્ષમાં માનનીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેના લીધે દુનિયામાં ભારતની શાન અને ગૌરવમાં અભિવૃદ્ધિ થઈ છે. કચ્છ સાથે તો મોદી સાહેબનો આત્મીય લગાવ રહ્યો છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણો કચ્છ જિલ્લો દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા જિલ્લાઓ પૈકીનો એક બન્યો છે. વીજળી, પાણી, રસ્તા જેવી સુવિધાઓ ઉપરાંત કળા, પ્રવાસન, ઉદ્યોગ-રોજગારથી કચ્છની કાયાપલટ થઈ છે.

આ  પણ  વાંચો  – Surat Lok Sabha : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ

આ  પણ  વાંચો  LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

આ  પણ  વાંચો  – BHARUCH : ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ચકમો આપી “તીસ માર ખાન” ફરાર

Whatsapp share
facebook twitter