Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીધામમાં આયોજિત દિવ્ય દરબારમાં સૌને લાભ મળશે : ધીરેન્દ્ર શાસ્ત્રી

11:31 PM Nov 26, 2023 | Hiren Dave

કચ્છમાં  બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છની મુલાકાતે છે. બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા કચ્છના ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આજે બાબાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સનાતન હિન્દુની વાત તેમજ હનુમાનજીની ભક્તિ અંગે બાબાએ વાત કરી હતી તો સાથે જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં કથા યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ ગૌહત્યા બાબતે તેમણે દરેક હિંદુ પોતાના ઘરે એક ગાય રાખે તેવી અપીલ કરી હતી.

 

મારી પાસે ભગવાનની કૃપા છેઆજે હિન્દુઓની જાગૃતિ જરૂરી છે,સનાતન ધર્મમાં ફેરફાર જરૂરી છે.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો અપને બાપ કા નહીં વો કિસીકા નહીંતેમણે કહ્યું હતું કે મારા જીવનકાળમાં મેં ક્યારેય ભૂલ કરી નથી,ભગવાન બધું જાણે છે, વિવાદનો કોઈ અંત નથી એટલે વધુ વિવાદમાં પડવું ન જોઈએ,ભવિષ્યનું હંમેશા ઈશ્વર જ નિર્ણય કરે છે .જાતીવાદ દેશનો દુર્ભાગ્ય છે એટલે જાતિવાદ ન હોવું જોઈએ,સનાતન ધર્મ સાથે રહો.અને રક્ષણ કરોકચ્છ ખૂબ જ સારું છે.અને સુંદરતા અનેક ઘણી છે વિશ્વ વિખ્યાત બનેલા ધોરડોના સફેફ રણમાં એક વખત અચૂક જઈશ

તેમણે કહ્યું હતું કે ધર્મને રાજનીતિ સાથે ન જોડોઆજે અંગદાનને મહત્વ આપવું જરૂરી છે.અંગદાનથી લોકોની જિંદગી બચી શકે છેદેશમાં ગૌ હત્યા ન થવી જોઈએ, ગૌ માતાને બચાવવી જોઈએ,ગાંધીધામમાં આયોજિત દિવ્ય દરબારમાં સૌને લાભ મળશે,તેમણે કહ્યું હતું કે દેશની ચોથી જાગીર મીડિયા છે જેની સાથે મારો અપાર પ્રેમ છે