Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KUTCH : વરસાદ બાદ ખાત્રોડ ડુંગરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, મોટી સંખ્યામાં લોકો આવે છે જોવા

02:53 PM Jul 25, 2024 | Harsh Bhatt

KUTCH : ભુજ-અંજાર હાઇવે પર કુકમા ગામ આવેલું છે, જે જિલ્લામથક ભૂજથી 18 કિલોમીટર દૂર છે. જ્યાં મોમાઈ માતાજી, આશાપુરામાં અને રવેચીમાંનું મંદિર છે. ચોમાસામાં વરસાદ બાદ કુકમામાં પૂર્વ દક્ષિણે હરિયાળીથી ભરપુર ડુંગરોની ગિરિમાળા જોવા મળે છે, જેને ખાત્રોડ ડુંગર કહેવામાં આવે છે. આ ડુંગર KUTCH માં આવેલા ડુંગરો પૈકી બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે. ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો અદભુત હોય છે. આ જગ્યાએ પહોંચવા માટે બે રસ્તા છે, જેમાં વાહનો માટે રસ્તો અને બીજી બાજુ પગપાળા જવા માટે પગથિયા પણ બનાવવામાં આવ્યા છે.

KUTCH માં વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા

સામાન્ય રીતે ડુંગર પથ્થરો, કાંટા કે જંગલી વનસ્પતિ અને જંગલી પ્રાણીઓ માટે જ ઓળખતા હોય છે. પરંતુ કચ્છમાં વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા છે. હાલમાં જ વરસેલા સારા વરસાદ બાદ KUTCH ના ખાત્રોડ ડુંગરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ ડુંગર પર ઠેરઠેર ઊગી નીકળેલ લીલપ ડુંગર પર કુદરતી લીલી ચાદર ઓઢાડ્યા જેવી લાગી રહી છે ઉલ્લેખનીય છે કે, આ ડુંગર ફોલ્ટલાઇનથી સર્જાયેલો છે. ખાત્રોડ ડુંગરની ઊંચાઈ અંદાજિત 390 મીટર જેટલી છે. પહેલા અહીં માત્ર નાનકડું મંદિર હતું અને ત્યાં અંદાજે 550 જેટલા પગથિયાં ચડીને જવું પડતું હતું. ડુંગરની ટોચ પર આવેલા મંદિરની આથમણી બાજુ ઉપર એક સ્વયંભૂ શિવલિંગ પણ મળી આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે

ઉલ્લેખનીય છે કે, આ મંદિરના નવનિર્માણના ખાતમુહૂર્ત સમયે પ્રસાદીમાં મુકેલા નારિયેળ અને ફળ પૂજા સંપન્ન થયા બાદ તેમાં તરત જ તિરાડ પડી હતી. એટલે માં આશાપુરાએ મંજૂરી આપી દીધી એમ માનીને નવનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનું મંદિર રાજાશાહી વખતનું હતું અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટે છે. સામાન્ય રીતે વરસાદ બાદ લોકો ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હિલ સ્ટેશન જેવી જગ્યા મળી જતી હોય છે, જેનો અલગ જ અનુભવ મળતો હોય છે. કચ્છના ખાત્રોડ ડુંગર કે જે આશાપુરા ટેકરીથી પણ ઓળખાય છે, જેની ટોચ પર આશાપુરા માતાજીનું મંદિર છે.જાણે કે કુદરતે લીલી ચાદર ઓઢી હોય. અહીં છેલ્લે સુધી વાહન જઈ શકે તેવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ તે રસ્તા જોખમી છે. સાવચેતીપૂર્વક આ રસ્તા પર વાહન ચલાવવું જરૂરી છે.

અહેવાલ : કૌશીક છાંયા

આ પણ વાંચો : Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર