Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાબરકાંઠામાં ક્ષત્રિય વિરૂધ્ધ ક્ષત્રિયો, ઠાકોર સેનાએ આ ઉમેદવારને આપ્યું સમર્થન

10:40 PM Apr 03, 2024 | Harsh Bhatt

SABARKANTHA LOK SABHA ELECTION : લોકસભાની સાબરકાંઠા ( SABARKANTHA ) બેઠકના મહિલા ઉમેદવારની પસંદગી સામે સાબરકાંઠા ( SABARKANTHA ) અને અરવલ્લી જિલ્લાના કેટલાક ક્ષત્રિયો તથા ભાજપના કાર્યકરોએ નારાજગી દર્શાવી ઉમેદવારને બદલવાની માંગ કરી છે. ત્યારે મંગળવારે હિંમતનગર સ્થિત ભાજપ કાર્યાલયમાં ઉમેદવાર બદલોના નારા સાથે કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ બુધવારે બન્ને જિલ્લાની ઠાકોર સેનાના અગ્રણીઓએ હિંમતનગરની એક ખાનગી હોટલ ખાતે મહિલા ઉમેદવારની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં ઠાકોર સેનાના અગ્રણીઓએ શિક્ષિત એવા શિક્ષિકાને જંગી બહુમતીથી વિજય બનાવવા હૈયાધારણ આપી હતી.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા ( SABARKANTHA ) બેઠકના મહિલા ઉમેદવારની પસંદગી બાબતે છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિય અને ભાજપના કેટલાક કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ વ્યકત કરી રહ્યા છે. ત્યારે પ્રદેશના મોવડીઓએ પણ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હિંમતનગરની મુલાકાત લઇને પાયાના કાર્યકરોની સાથે બેઠક કરી હતી. તેમ છતા હજુ પણ કેટલાક કાર્યકરો ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. ત્યારે બુધવારે મહિલા ઉમેદવારની ઉપસ્થિતમાં યોજાયેલી સાબરકાંઠા-અરવલ્લી ઠાકોર સેનાના અગ્રણીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને મહિલા ઉમેદવારનુ સ્વાગત કર્યુ હતુ અને પોતાની બહેન ગણી જીતાડવા માટે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા ( SABARKANTHA ) લોકસભા બેઠકની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું આગામી તા.૧૨ એપ્રિલના રોજ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવાનુ શરૂ થવાનુ છે. ત્યારે તે પહેલા હાઇ કમાન્ડ ઉમેદવાર અંગે જે નિર્ણય કરશે તે પછી ઉમેદવારી ૫ત્ર ભરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી શરૂ થવાની શકયતા દેખાઇ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે તેમણે પોસ્ટરમાં પોતાના પિતા સ્વ.અમરસિંહ ચૌધરીના ફોટા સાથે મતદારોનો વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : Surat Cyber Crime Cell News: પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને પાખંડી જ્યોતિષોએ લાખો પડાવ્યા

આ પણ વાંચો : Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

આ પણ વાંચો : Ahmedabad Navrangpura Police: મહિલાઓના ઘરેણાં પડાવતી રિક્ષા ગેંગ નવરંગપુરા પોલીસે ઝડપી