Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kshatriya Asmita Sammelan : 28 મીએ અહીં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, પુરુષ-મહિલાઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી!

08:05 PM Apr 26, 2024 | Vipul Sen

રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. જે હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ આંદોલન પાર્ટ- 2 ના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આયોજન કરાયું છે. 28 મીએ બારડોલી ખાતે આ સંમેલન યોજાશે, જેમાં ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે.

28મીએ અસ્મિતા સંમેલન, પુરુષ-મહિલાઓ માટે ડ્રેસ કોડ

પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા 28 એપ્રિલના રોજ બારડોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, આ સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અસ્મિતા સંમેલનને (Kshatriya Asmita Sammelan) લઈ ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ, પુરુષો માટે સફેદ શર્ટ, કાળુ પેન્ટ અને કેસરી સાફો છે. જ્યારે, મહિલાઓ કેસરી સાડી પહેરીને સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા કવાયત

ક્ષત્રિય સમાજ આગેવાન અમીષસિંહ ચાવડાએ (Amish Singh Chawda) કહ્યું હતું કે, આ સમિતિનો એક પણ વ્યક્તિ સી.આર.પાટીલ સાથે બેઠકમાં ઉપસ્થિત નહોતો. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) સાથે અન્ય સમાજને પણ ભાજપને મતદાન નહિ કરવા માટે અપીલ કરીશું. મહાસમેલન બાદ ભાજપને (BJP) કોઈ પણ રીતે મત નહિં મળે એ માટેના તમામ પ્રયાસ કરીશું. ચૂંટણી પછી પણ સમાજનાં કોઈ પણ પ્રશ્ન હશે તો સમાજ આવી રીતે જ એકત્રિત થશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R. Patil) દ્વારા ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત કરવા માટે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરાઈ હતી. કેટલાક ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાજના લોકોને મન મોટું રાખી ક્ષમા આપવા અપીલ પણ કરાઈ હતી.

 

આ પણ વાંચો – પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર, 108 આગેવાનોનું જાહેર સમર્થન

આ પણ વાંચો – Rajkot : ક્ષત્રિય સમાજની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, આગામી કાર્યકમોને લઈને આપી માહિતી

આ પણ વાંચો – BJP નું “ઓપરેશન જમણવાર”: ક્ષત્રિય આગેવાનો હવે જમાડીને સમાજને સમજાવશે