+

KRKએ લીધી પ્રતિજ્ઞા, જો CM યોગીની નહીં થાય હાર તો ક્યારે નહીં આવુ ભારત

દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સૌથી વધુ જો કોઇ રાજ્યની વાત થઇ રહી હોય તો તે ઉત્તર પ્રદેશ છે. જી હા, ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, જેમાંથી બે તબક્કામાં મતદાન થયું છે. તેનો ત્રીજો તબક્કો હવે 20 ફેબ્રુઆરીએ યોજાવાનો છે. દરમિયાન, અભિનેતા કમાલ રાશિદ ખાન (KRK), જે સતત રાજકારણીઓ પર પ્રહારો કરતા રહે છે. પોતાના અજીબો-à
દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સૌથી વધુ જો કોઇ રાજ્યની વાત થઇ રહી હોય તો તે ઉત્તર પ્રદેશ છે. જી હા, ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, જેમાંથી બે તબક્કામાં મતદાન થયું છે. તેનો ત્રીજો તબક્કો હવે 20 ફેબ્રુઆરીએ યોજાવાનો છે. દરમિયાન, અભિનેતા કમાલ રાશિદ ખાન (KRK), જે સતત રાજકારણીઓ પર પ્રહારો કરતા રહે છે. પોતાના અજીબો-ગરીબ નિવેદનો માટે અવાર-નવાર સમાચારોમાં રહેનાર KRKએ આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે.
ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરીએ છે. દરમિયાન, ફિલ્મ સમીક્ષક અને અભિનેતા કમલ રાશિદ ખાન એટલે કે KRKનું એક ટ્વીટ સમાચારમાં આવ્યુ છે. જણાવી દઇએ કે, KRKએ CM યોગી આદિત્યનાથને સીધો પડકાર ફેંક્યો છે અને વચન આપ્યું છે કે જો યોગી હારશે નહીં, તો તે ક્યારેય ભારત પરત નહીં આવે. જેને વાંચીને ટ્વિટર યુઝર્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમના આ ટ્વીટ બાદ યુઝર્સ KRK ને ખૂબ ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, KRKએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે જો 10 માર્ચ 2022ના રોજ યોગીજીની હાર નહીં થાય, તો હું ક્યારેય ભારત પાછો નહીં આવું! જય બજરંગ બલી’. હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે KRKના આ ટ્વીટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમના સમર્થકોએ ચોક્કસપણે KRKને ઘેરી લીધો છે. કેટલાક યુઝર્સ આ ટ્વીટ પર વિચિત્ર રીતે ટ્વીટ કરતા પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, KRK અવાર-નવાર પોતાના વિવાદાસ્પદ ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. તે બોલિવૂડ અને ખાસ કરીને સલમાન ખાનને નિશાન બનાવતા રહે છે. વળી, તેઓ ટ્વિટર પર વિચિત્ર આગાહીઓ કરતા રહે છે. ભૂતકાળમાં, KRKએ ગેહરાઇયાને લઈને વિવાદાસ્પદ ટ્વીટ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે UP ચૂંટણીનાં પરિણામ 10 માર્ચે આવશે. UPમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતુ. અહી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. હવે આગામી તબક્કામાં 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થવાનું છે. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ચૂંટણીમાં જીત મળે છે કે હારનો સ્વાદ ચાંખવો પડે છે.  
Whatsapp share
facebook twitter