+

જો તમે આ બેંકનું Cradit Card વાપરતા હો તો ખાસ વાંચજો, RBI એ લગાવ્યો પ્રતિબંધ

Kotak Mahindra Bank: ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશની વધુ એક બેંકને નિયમોનું યોગ્સસર પાલન નહીં કરવાને લઈને મોટો ઝટકો આપ્યો છે. તાજેતરમાં RBI એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)…

Kotak Mahindra Bank: ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશની વધુ એક બેંકને નિયમોનું યોગ્સસર પાલન નહીં કરવાને લઈને મોટો ઝટકો આપ્યો છે. તાજેતરમાં RBI એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. RBI એ કોટક મહિન્દ્ર બેંક (Kotak Mahindra Bank) ના ક્રેડિટ કાર્ડ (Cradit Card )ને લઈને બેંક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

  • કોટક મહિન્દ્રા બેન્ક સામે RBIની કાર્યવાહી

  • નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક

  • હાલના ક્રેડિટ કાર્ડની તમામ સેવા મળતી રહેશે

મળતી માહિતી મુજબ, RBI એ કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank) જાહેર કરેલા નવા ક્રેડિટ કાર્ડ (Cradit Card ) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો ઉમેરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે આ પ્રતિબંધને તાત્કાલિક લાગુ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો: આ શું, ગરમ તેલમાં બનાવી ‘Tea’, Viral Video જોઇને પણ નહીં થાય વિશ્વાસ…

કોટક મહિન્દ્રા બેન્ક સામે RBI ની કાર્યવાહી

ભારતીય રિઝર્વ બેંકે 2022 અને 2023 ની ટેક્નોલોજીની તપાસ કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. RBI ને કોટક બેંક (Kotak Mahindra Bank) ની IT સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. આ અંગે RBI એ કોટક બેંક (Kotak Mahindra Bank) પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબ સંતોષકારક ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેને લઈ IT વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, ગ્રાહકોને 2 વર્ષમાં ઘણી વખત સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

આ પણ વાંચો: Maharashtra : ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર ઢળી ગયા, જુઓ Video

નવા ક્રેડિટ કાર્ડ્સ (Cradit Card ) ઈસ્યૂ કરવા પર લગાવી રોક

જોકે નાણાંકીય વર્ષના હિસાબી અહેવાલ બાદ RBI દ્વારા પ્રતિબંધોની સમીક્ષા કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે આઈટીની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તપાસમાં ઘણી ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. બેંકના IT ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક અટકાવવા માટેની વ્યૂહરચનાઓમાં ઘણી ખામીઓ જોવા મળી છે.

આ પણ વાંચો: Bikaner Natural Disaster: રાતોરાત રાજસ્થાનના ગામમાં ભયાવહ ખાડો પડતા કલમ 144 લાગુ

Whatsapp share
facebook twitter