Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kolkata : PM મોદીએ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોમાં મુસાફરી કરી, વિદ્યાર્થીઓ સાથે પણ કરી વાતચીત…

12:49 PM Mar 06, 2024 | Dhruv Parmar

PM નરેન્દ્ર મોદીએ આજે ​​પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata)માં ભારતની પ્રથમ “અંડરવોટર મેટ્રો“નું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ પણ ભારતની પ્રથમ ‘અંડરવોટર મેટ્રો’માં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. એક વીડિયોમાં PM મોદી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા PMએ વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને તેમને સાથે બેસવાની વ્યવસ્થા કરી અને પછી વાતચીત આગળ વધારી.

PM સાથે અંડરવોટર મેટ્રોની સફર શરૂ કરતા પહેલા સ્કૂલની વિદ્યાર્થીની પ્રજ્ઞાએ કહ્યું, “હું PM મોદીને મળવા અને તેમની સાથે અંડરવોટર મેટ્રોમાં મુસાફરી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.” દરમિયાન, અન્ય એક સ્કૂલ ગર્લ ઈશિકા મહતોએ કહ્યું કે તે PM મોદીને મળવાની તક મેળવીને ખૂબ ખુશ છે.

હુગલી નદીની નીચે ટનલ બનાવવામાં આવી છે

આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. અહીં, જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીની સપાટીથી 13 મીટર નીચે 520 મીટર લાંબી ટનલમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. આ ટનલ કોલકાતા (Kolkata)ના લોકોનો સમય બચાવશે એટલું જ નહીં પણ તેમને આરામદાયક મુસાફરી પણ આપશે. કોલકાતા (Kolkata)ને મેટ્રોની આ ભેટથી કરોડો લોકોને સીધો ફાયદો થશે.

અંડરવોટર મેટ્રોમાં શું છે ખાસ?

ખાસ વાત એ છે કે આ મેટ્રો હુગલી નદીની અંદરનું 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે. તમને જણાવી દઈએ કે ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર અંડરગ્રાઉન્ડ છે. આ મેટ્રોનું કામ 13 વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ 2015 પછી તેને વેગ મળ્યો અને આ ટનલ બનાવવામાં માત્ર 66 દિવસનો સમય લાગ્યો.

આ પણ વાંચો : PM મોદીએ કોલકાતાને પ્રથમ અંડરવોટર મેટ્રોની ભેટ આપી, 520 મીટરની યાત્રા 40 સેકન્ડમાં પૂર્ણ થશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ