+

Kolkata: ‘ક્રિકેટનું મક્કા’ કહેવાતા ઇડન ગાર્ડન્સમાંથી 21 વર્ષીય યુવકનો શવ મળ્યો, જાણો સમગ્ર મામલો

ભારતના કોલકાતા ખાતે આવેલા ઐતિસાહિક ઇડન ગાર્ડન્સને ક્રિકેટના મક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ ક્રિકેટ સ્ટેડિયમમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે સ્ટેડિયમમાંથી એક 21 વર્ષીય…

ભારતના કોલકાતા ખાતે આવેલા ઐતિસાહિક ઇડન ગાર્ડન્સને ક્રિકેટના મક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ ક્રિકેટ સ્ટેડિયમમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે સ્ટેડિયમમાંથી એક 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવકની ઓળખ ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બરના પુત્ર ધનંજય બારિક તરીકે થઈ છે.

મીડિયા એજન્સી મુજબ, ધનંજયનો મૃતદેહ મૈદાન પર કામ કરતા એક શખ્સને મળી આવ્યો હતો. માહિતી મુજબ, ઇડન ગાર્ડન્સની ગેલરીમાંથી ધનંજયનો શવ મળી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધનંજય કદાચ ડિપ્રેશનથી પીડિત હતો. કારણ કે તેને તેના પિતા અને સંબંધીની જેમ ઈડન ગાર્ડન્સના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો ન હતો.

અગાઉ ડ્રેસિંગ રૂમમાં લાગી હતી આગ

અધિકારીએ કહ્યું કે, આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જો કે, આ અંગેની હકીકત હાલ સામે આવી નથી. પોલીસે જણાવ્યું કે, યુવકના સંબંધીઓને રવિવારે તેના ગુમ થવાની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે બધા એંગલથી તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, અગાઉ ઇડન ગાર્ડન્સમાં એક મોટી દુર્ઘટના બની હતી. લગભગ ત્રણ મહિના પહેલા સ્ટેડિયનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી હતી, જેમાં ત્યાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ પણ વાંચો – IPL AUCTION : આવતીકાલે IPL 2024 ની AUCTION, જાણો ક્યાં અને કેવી રીતે તમે LIVE STREAMING ને FREE માં નિહાળી શકશો

Whatsapp share
facebook twitter