+

Knowledge Economy: Vibrant Gujarat માં Knowledge, Economy અને Startup નું આયોજન

Knowledge Economy: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે ૧ હજારથી વધુ…

Knowledge Economy: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. શિક્ષણથી સ્ટાર્ટઅપ સુધીની સિદ્ધિઓને પ્રદર્શિત કરતું “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” થીમ પર પેવેલિયન હોલ ૧૧ ખાતે ઊભું કરવામાં આવ્યું છે.

તેમાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ, સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા શરૂ કરવામાં આવેલ નવીન ઉદ્યમનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.

૪૦થી વધુ સરકારી તથા ખાનગી યુનિવર્સિટી અને સ્ટાર્ટઅપનો અનોખો સંગમ

આ પેવેલિયનમાં ગુજરાતની સરકારી તથા ખાનગી ૪0 થી વધુ યુનિવર્સિટી દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં હતા. આ સ્ટોલના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમો અને નવીન પ્રયાસોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તે ઉપરાંત ગુજરાતના યુવાનો દ્વારા વિવિધ ક્ષેત્રે શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપના સ્ટોલ પણ છે. જ્યાંથી વિવિઘ પ્રોડક્ટનું પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે.

Knowledge Economy

Knowledge Economy

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર

KCG ના જોઇન્ટ સીઈઓ  ડો. યોગેશ યાદવ જણાવે છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની GET WAY TO THE FUTURE થીમ પર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીની સફર થીમ પર પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં NEP 2020, વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર કોન્કલેવ, ગુજરાત કોમન એડમિશન સર્વિસ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કો કોન્કલેવ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ, I-Hub વિશે જાણકારી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટે G3Q 2.0 ક્વિઝમાં સહભાગી થઈ જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે ૪ કિયોસ્ક રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા KCG ની વિવિધ યોજનાઓ અને વિદ્યાર્થીઓને આપતી સહાય જેવી કે MYSY, શોધ અને Scope વિશે માહિતગાર કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગની સિદ્ધિઓને પ્રસિદ્ધ કરતી ડિજિટલ બુક પણ LED સ્ક્રીન દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

બે દિવસમાં ૩૩ B2B મિટિંગ, વિવિધ વિષય પર ૧૨ થી વધુ સેમિનાર

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારના શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી તથા યુવા ઉદ્યોગોએ ઉદ્યોગ સાહસિકો સાથે મીટીંગ કરી MoU તૈયાર કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બે દિવસમાં યોજાયેલ ૩૩ મિટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત નિષ્ણાતો અને શિક્ષણવિદો દ્વારા ૧૨ થી વધુ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યું હતું. જેમાં ઓફ્લાઈન અને ઓનલાઇન સહભાગી થયા હતા. આ સેમિનારમાં અગ્ર સચિવ મુકેશ કુમારે પણ હાજરી આપી હતી.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Valsad : જમીન વિવાદ સહિતના કારણોસર આધેડની હત્યા

Whatsapp share
facebook twitter