Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો શું છે Gaganyaan Mission? ભારત માટે આ મહત્વલક્ષી મિશન ગણાશે

02:56 PM Feb 27, 2024 | VIMAL PRAJAPATI

Gaganyaan Mission: ઈસરો અત્યારે નાસાને ટક્કર આપે તેવા મિશનો પાર પાડી રહ્યું છે. પહેલા મંગળ પછી સૂર્ય અને હવે વધુ એક મિશનની તૈયારીઓ ચાલી રહીં છે. આપણે વાત કરી રહ્યા છીએ મિશન ગગનયાનની.ભારત હવે માનવને લઈને અતંરિક્ષમાં ફરણફાળ મારવાનું છે. મિશન ગગનયાન ભારતનું એક ખાસ અને મહત્વલક્ષી મિશન છે. જેનો ઉદ્દેશ્ય 2025 માં ત્રણ સ્થાન માટે મહત્વની 40 કિલોમીટરની ઊંચાઈ પર પૃથ્વીની ટોચ પર પહોંચે છે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાના છે. આ ભારતીય જગ્યા શોધ સંસ્થા (ISRO) દ્વારા સંચાલિત થશે. ગગનયાન મિશને 2025માં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેનો ઉદ્દેશ્ય અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલીને અને તેમને સુરક્ષિત રીતે પરત કરીને ભારતની માનવસહિત અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે.

ગગનયાન માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે

આ મિશનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો આ મિશનમાં ભારતની પોતાની વિશેષજ્ઞતા, ઉદ્યોગોનો અનુભવ, શિક્ષણ સંસ્થાઓના જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સહયોગનો ઉપયોગ કરવામાં આવશે. આ દરેક બાબતોને મિશનની વિશેષતાઓ તરીકે જોવામાં આવે છે. આ મિશનને લઈને અત્યારે મહત્વપૂર્ણ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવે છે. જેની વિગતે વાત કરવામાં આવે તો અંતરિક્ષ યાત્રિઓને લઈ જવાનું એક મજબૂત રોકેટ, અતંરિક્ષમાં રહેવા માટે ઉપયોગી વાતાવરણ બનાવવાવાળી સિસ્ટમ, આકસ્મિક સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓને બચાવવાની વ્યવસ્થા, અવકાશયાત્રીઓને તાલીમ આપવી, તેમને પાછા લાવવા અને તેમની સંભાળ રાખવાની યોજના અંગે તૈયારી કરવામાં આવી રહીં છે.

પહેલા માનવ રહિતના મિશનને મુકવામાં આવશે

અવકાશયાત્રીઓની અસલી ઉડાન પહેલા તમામ ટેક્નોલોજીઓ યોગ્ય રીતે કામ કરી રહી છે તેની ખાતરી કરવા માટે કેટલાક પ્રેક્ટિસ મિશન હાથ ધરવામાં આવશે. આ પ્રેક્ટિસ મિશનમાં IADT, PAT અને TV ની તૈયારી જોવામાં આવી રહીં છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલા માનવ રહિતના મિશનને મુકવામાં આવશે, જેથી અવકાશની ગતિવિધિઓ અને અન્ય દરેક બાબતો સુરક્ષીત અને વિશ્વસનીય છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ અસલી અવકાશાયાત્રીઓને સાથે રાખીને ઉડાન ભરવામાં આવશે.

ભારત માટે આ મિશન ખાસ ગણવામાં આવશે

અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જતું ગગનયાન મિશન ભારત માટે ખુબ મહત્વનું અને ખાસ છે. તમને જણાવી દઈએ કે,આ મિશનને તેને 2022માં લોન્ચ કરવાનું હતું, પરંતુ ત્યારે કોરોના મહામારી આવી ગઈ હતી. તેના કારણે તેમાં વિલંબ થયો હતો. મિશનની જટિલતાઓને કારણે તેમાં વિલંબ પણ થયો. ઈશ્વર કૃપાથી જો 2025માં આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને અગાઉના સોવિયત સંઘ પછી માનવસહિત અવકાશ ઉડાન ચલાવનાર ચોથો દેશ બની જશે.

ગગનયાન મિશનનો પ્રથમ ભાગ રોકેટઃ ઈસરો ચીફ

આ ગગનયાન મિશન વિશે વાત કરતા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, ગગનયાન મિશન માટે આપણી પાસે પહેલા કરતા વધુ કુશળતા અને આત્મવિશ્વાસ હોવો જોઈએ. ગગનયાન મિશનનો પ્રથમ ભાગ રોકેટ છે. સોમનાથે કહ્યું હતું કે જ્યારે પણ રોકેટ લોન્ચ માટે તૈયાર થાય છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. જો બધું બરાબર હોય તો પણ ડર હજુ પણ રહે છે.

ક્યા રોકેટનો ઉપયોગ કરવામાં આવશે

ભારત દ્વારા જે ગગનયાન મુકવામાં આવશે તેમાં ક્યા રોકેટનો ઉપયોગ કરવામાં આવશે તે જાણવું પણ ખુબ જ અગત્યનું છે. આ મિશન માટે હેવી લિફ્ટ લોન્ચર, LVM 3ની પસંદગી કરવામાં આવી છે. તેને ખાસ કરીને માણસોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે અને તેને HLVM3 નામ આપવામાં આવ્યું છે. આ રોકેટ ઓર્બિટલ મોડ્યુલને 400 કિલોમીટરથી ઉપરની ભ્રમણકક્ષામાં લઈ જશે. આ રોકેટ ક્રાયોજેનિક એન્જિન દ્વારા ઉડાન ભરશે. તેમાં ખાસ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કોઈ સમસ્યા આવશે તો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જો ટેકઓફ દરમિયાન અથવા અવકાશમાં રોકેટમાં કોઈ સમસ્યા હોય, તો ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) તરત જ સક્રિય થઈ જશે અને અવકાશયાત્રીઓને સુરક્ષિત અંતર પર લઈ જશે.

આ પણ વાંચો: Gaganyaan : આ 4 અંતિરક્ષયાત્રી 3 દિવસ અવકાશમાં રહેશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ