+

યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે

ડમીકાંડ મામલે ગત રાત્રીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા ખાતે ઉમિયા માતાજી સંસ્થાને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યુવરાજસિંહ જાડેજા પર કટાક્ષ કરતા કહ્યું કે,…

ડમીકાંડ મામલે ગત રાત્રીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા ખાતે ઉમિયા માતાજી સંસ્થાને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યુવરાજસિંહ જાડેજા પર કટાક્ષ કરતા કહ્યું કે, કોઈનું નામ નહીં લેવા કે બચાવવા જાઓ તો ખંડણીની ફરિયાદ નોધાય જ. તેમણે આગળ કહ્યું કે પોલીસ પાસે પુરાવા હશે, સત્ય હશે તો તપાસ ચોક્કસપણે થશે.

યુવરાજસિંહે જે આક્ષેપો કર્યા છે તે મુદ્દે પણ પૂછપરછ કરવામા આવશે : ઋષિકેશ પટેલ

આજથી રાજ્યના યાત્રાધામોમાં સફાઈ અભિયાન સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં ઉમિયા માતાજી સંસ્થાન આગળ ઝાડુ વાળી કચરો ઉપાડ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આપના સહયોગ વગર ગુજરાત અને દેશને સ્વચ્છ રાખવાનું શક્ય નથી. તેમણે કહ્યું કે, જન જાગૃતિ થકી સફાઈ માટે જાગૃતિ ફેલાવવાનું આ માધ્યમ છે. સફાઈ રાખવાનું માત્ર નગરપાલિકા કે સરકારનું કામ નથી. વળી તેમણે ડમીકાંડમાં ધરપકડ થયા બાદ યુવરાજસિંહને લઇને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ખંડણી ની ફરિયાદ નોધાય જ. વળી તેમણે તે પણ કહ્યું કે, જો ક્યાંકને ક્યાંક તેમાં ખોટું થવાની સંભાવના છે, યુવરાજસિંહે જે આક્ષેપો કર્યા છે તે મુદ્દે પણ પૂછપરછ કરવામા આવશે. યુવરાજસિંહની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.

રાત્રે થઇ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ

ગઈ કાલે પોલીસ સમક્ષ હાજર થયા પહેલા યુવરાજસિંહ જાડેજાએ ઘણા નામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અમને નિવેદન માટે બોલાવવામાં આવે છે તો તેમને કેમ નથી બોલાવામાં આવતા. આ દરમિયાન યુવરાજસિંહે અનેક મંત્રીઓ અને પૂર્વમંત્રીઓના નામ જાહેર કર્યા હતા. ઉપરાંત તેમને ભાજપમાં જોડાઇ જવા માટે તમામ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રેસ વાર્તાલાપ પછી જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા બાદ સવારે 12 વાગે યુવરાજસિંહ જાડેજાની પુછપરછ શરુ કરાઇ હતી અને રાત્રે સાડા આઠ સુધી પુછપરછ ચાલી હતી અને ત્યારબાદ યુવરાજસિંહની ધરપકડ કરાઇ હતી. બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં કરેલા આરોપો વિશે પુછપરછ કરાઇ હતી જ્યારે આર્થિક લેતી દેતીની અને ડમી કાંડ બાબતે પણ પુછપરછ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજા સામે ડમી કાંડમાં નામ જાહેર ના કરવાની શરતે એક કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ભાવનગર SOG દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓ ગુરુવારે પોલીસ સમક્ષ હાજર નહોતા રહ્યા પરંતુ આજે તેઓ પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહ્યા છે. આ પહેલા તેમણે ખોટું કર્યું નથી, તેઓ મોટા માથાઓનો ના નામ આપશે તેવી વાત કરી હતી. હવે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ભાવનગરમાં ભીડભંજન મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે યુવાનો સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો – યુવરાજસિંહનો મોટો ખુલાસો, જો મારું સમન્સ નીકળી શકે છે તો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter