Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે, આવો જાણીએ

07:06 AM Apr 22, 2023 | Viral Joshi

અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી છે. આ દિવસે કરવામાં આવેલા દાન પૂણ્યનું અનેક જન્મો સુધી ફળ મળે છે. આજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે ધાર્મિક ઈતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ આ દિવસના ઈતિહાસ વિશે….

ભગવાન પરશુરામનો જન્મ

  • ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.
  • મહર્ષિ જમદગ્ની અને માતા રેણુંકાદેવીના ઘરે તેમનો જન્મ થયો હતો.
  • આ કારણે જ અખાત્રીજે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.
  • આ દિવસે ભગવાન પરશુરામજીની પુજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે.

ગંગામૈયા ધરતી પર અવતર્યા

  • રાજા ભાગીરથે ગંગાને ધરતી પર અવતરીત કરવા તપ કર્યું હતું.
  • અખાત્રિજના દિવસે ગંગામૈયા ધરતી પર અવતર્યાં હતા.
  • આ દિવસે ગંગા સ્નાનનું પણ અનેરૂ ધાર્મિક મહત્વ છે.

મા અન્નપૂર્ણાંનો જન્મદિન

  • અખાત્રીજના દિવસે મા અન્નપૂર્ણાંનો જન્મદિવસ છે.
  • આ દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે.
  • અન્નપૂર્ણાંના પુજનથી ઘર ધાન્યથી ભરપુર રહે છે.

મહાભારત લખવાની શરૂઆત

  • મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે.
  • અખાત્રીજના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી.
  • અખાત્રીજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય વાંચવો જોઈએ.

બંગાળમાં અખાત્રીજને હલખતા કહે છે

  • અખાત્રીજના દિવસે બંગાળમાં ગણેશજી અને લક્ષ્મીજીની પુજા થાય છે
  • બંગાળમાં અખાત્રીજના દિવસે વેપારીએ ચોપાડા પુજન કરે છે.
  • અહીં અખાત્રીજને ‘હલખતા’ કહેવામાં આવે છે.

લક્ષ્મીજીની પુજાની પરંપરા

  • શિવજીએ આ દિવસે કુબેરજી અને લક્ષ્મીજીની પુજા કરવાની સલાહ આપી હતી.
  • જે બાદ આ દિવસે લક્ષ્મીજીનું પુજન થાય છે.
  • લક્ષ્મીજીના પુજનની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે.

યુદ્ધિષ્ઠીરને અક્ષય પાત્રની પ્રાપ્તિ

  • અખાત્રીજના દિવસે જ પાંડવપુત્ર યુદ્ધિષ્ઠિકને અક્ષય પાત્ર મળ્યું હતું.
  • અક્ષય પાત્રમાં ક્યારેય ભોજન પુરુ થતું નથી.

અક્ષય તૃતિયાનું શું છે મહત્વ?
અક્ષય તૃતિયાના દિવસે શુભકાર્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. આ દિવસે કમાણીનો થોડો ભાગ દાન કરવાનું પણ અનેરું ધાર્મિક મહત્વ છે.

આ પણ વાંચો : અક્ષય તૃતીયાને લઈ ભોગ માટે દૂધ સાથે બનાવો આ 4 વસ્તુઓ, તેની રેસીપી ખૂબ જ સરળ