+

નિર્જળા એકાદશીએ આ કામ કરશો તો મળશે વિશેષ ફળ, જાણો ઇતિહાસ અને મહત્વ

નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે. આવતીકાલે એટલે કે 31…

નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે. આવતીકાલે એટલે કે 31 મે 2023ના બુધવારના રોજ નિર્જળા એકાદશી ઉજવવામાં આવશે. નિર્જળા એકાદશીનો વ્રત જયેષ્ઠ માસનાં શુક્લ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં નજરે જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દાનનો અનેરો મહિમા

એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે. આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઇએ. આ દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનારા લોકોને પૂરા વર્ષની એકાદશીઓનું ફળ મળે છે. આ પ્રકારે જે આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઇ જાય છે.

આ એકાદશી ‘ભીમસેની એકાદશી’ તરીકે પણ ઓળખાય છે

આ વ્રતની કથા અનુસાર એક વાર બહુભોજી ભીમસેને વ્યાસજીનાં મુખથી પ્રત્યેક એકાદશીએ નિરાહાર રહેવાનો નિયમ સાંભળીને વિનમ્ર ભાવથી નિવેદન કર્યુ કે, ‘મહારાજ! મારાથી કોઇ વ્રત નહીં કરવામાં આવતું. દિવસભર મોટી તીવ્ર ક્ષુધા જ બની રહે છે. અતઃ આપ કોઇ આવો ઉપાય બતાવો કે જેનાં પ્રભાવથી સ્વતઃ સદ્ધતિ થઇ જાય.’ ત્યારે વ્યાસજીએ કહ્યું કે, ‘તમારા વર્ષભરની સંપૂર્ણ એકાદશી નહીં થઇ શકે તો માત્ર એક નિર્જળા કરી લો, આનાંથી વર્ષભરની એકાદશી કરવાનાં સમાન ફળ થઇ જશે.’ ત્યારે ભીમે એવું જ કર્યુ અને સ્વર્ગે ગયા. જેથી આ એકાદશી ‘ભીમસેની એકાદશી’નાં નામથી પણ ઓળખવામાં આવે છે.

અનેરૂ ધાર્મિક મહત્વ

જો નિર્જળા એકાદશીના મહત્વની વાત કરીએ તો, નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે. હિંદુ પંચાગ અનુસાર વૃષભ અને મિથુન સંક્રાતિની વચ્ચે શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કહેવાય છે. આ વ્રતને ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશીનાં નામથી પણ જાણવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છે કે પાંચ પાંડવોમાં એક ભીમસેને આ વ્રતનું પાલન કર્યુ હતું અને વૈકુંઠ ગયા હતાં. જેથી આનું નામ ભીમસેની એકાદશી પણ થયું.

આ બાબતોનું ધ્યાન રાખવું

નિર્જળા એકાદશી પર દિવસ દરમિયાન અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી વિશેષ ફળ મળી શકે. જો વાત કરીએ તો તમારે સંધ્યાકાળના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો, ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો. આ ઉપરાંત પવિત્રીકરણનાં સમયે જળ આચમન સિવાય આગામી દિવસ સુધી સૂર્યોદય સુધી પાણી નહીં પીવું. દિવસભર ઓછું બોલવું અને શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરો. દિવસભર સુવું નહીં. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. જુઠ્ઠું ન બોલવું અને ગુસ્સો ન કરવો તેમજ વિવાદ પણ ન કરવો. આ જણાવેલા ઉપાય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય.

અહેવાલ : કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ

આ પણ વાંચો : ગંગા દશેરાના દિવસે કરો આ કામ, ગંગા સ્નાન જેટલું મળશે પુણ્ય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter