Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તમારે કેટલું પાણી દિવસમાં પીવું જોઈએ જાણો

07:06 AM Jun 10, 2023 | Hiren Dave

સામાન્ય રીતે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા રોજ 4 લીટર પાણી પીવું જોઇએ. પ્રમાણમાં પાણી પીવાથી તમે ઘણી બિમારીઓથી બચી શકો છો. શરીરમાં મેટાબોલિઝમ જળવાઇ રહે છે. આ સાથે ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. જો તમે વધારે પાણી પીવો છો તો તમારી સ્કીન ગ્લો કરવા લાગે છે. જોકે ઘણા ડૉક્ટર્સનું માનવું છે કે, પોતાના વજન પ્રમાણે પાણી પીવું જોઇએ. તો આજે આપણે આ પાણી પીવાના સરળ ફોર્મ્યુલા વિશે જાણીશું.

પાણી પીવાની રીત
પાણી પીવાનો આ રીત તમને સ્વસ્થ રહેવા માટે તમારે પાણી પીવાની આ રીત જાણી લેવી પડશે. આ માટે પહેલા તમારું વજન કરીને જે સંખ્યા આવે છે, તેને 30 વડે ભાગોને જે નંબર આવશે, તે તમારા પીવાના પાણીની ગણતરી છે. ઉદાહરણ તરીકે, તમારું વજન 60 કિલો છે, અને 60 ને 30 વડે ભાગ્યા પછી 2 આવે છે. એટલે કે તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 લીટર પાણી પીવું જોઈએ.

વઘારે પાણી પીવાના ફાયદા
વજન ઘટાડવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું જણાવવું છે કે, જો તમે યોગ્ય માત્રામાં પાણી પીઓ છો, તો તે તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. વાસ્તવમાં પાણીમાં કેલરી હોતી નથી, જેના કારણે તમે જેટલું વધુ પાણી પીશો તેટલું વજન ઓછું થશે અને શરીર પણ હાઇડ્રેટેડ રહેશે.

તમારા કામ પ્રમાણે પાણી પીવું જોઈએ
ખોરાક અને પાણી વ્યક્તિના કામ પર આધાર રાખે છે. તમારા કામ પ્રમાણે શરીરમાંથી ઉર્જાનો વ્યય થાય છે. ઊર્જાના વપરાશને કારણે આપણા શરીરમાં પાણીની અછત સર્જાય છે. ધારો કે, કોઈ વ્યક્તિ નિષ્ક્રિય બેસી રહે છે, અને વધુ કામ નથી કરી રહી તો તેની ઓછી શક્તિનો વ્યય થાય છે. આવી સ્થિતિમાં તેમાં પાણીની વધુ અછત નહીં થાય. એટલા માટે તમારે તમારા કામને આધારે જ પાણી પીવુ જોઈએ. આ સાથે જો તમે ગરમ સ્થળ પર કામ કરો છો તો તમારે પાણી વધુ પ્રમાણમાં પીવું જોઇએ. જો તમે સખત મહેનત કરો છો, તો દરરોજ 10 થી 15 ગ્લાસ પાણી પીવો. બીજી તરફ ઓછું કામ કરતા લોકો માટે 5 થી 6 ગ્લાસ પાણી પીવું પૂરતું રહે છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખજો
તમારે તમારી કસરત અને વર્કઆઉટ પ્રમાણે પાણી પીવું જરૂરી છે. જો તમે કસરત કરતા હોવ તો દર અડધા કલાકે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવો. કારણ કે, વ્યાયામ કરવાના કારણે શરીરમાંથી પરસેવો નીકળે છે અને શરીરમાં પાણીની કમી થઈ જાય છે.ખોરાક ખાતા પહેલા અડધો લીટર પાણી પીવો. આ તમારી ભૂખ ઓછી કરીને તમને ફાયદો કરશે. તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું જોઇએ.

આપણ  વાંચો –શા માટે મનાવવામાં આવે છે WORLD FOOD SAFETY DAY? જાણો તેનું મહત્વ