+

KKR VS SRH : કોલકાતાના નાઈટ રાઈડર્સ ટકરાશે પેટ કમિન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે, જાણો કઈ ટીમ છે વધુ મજબૂત

ક્રિકેટના મહાકુંભ સમાન ટુર્નામેન્ટ IPL 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. ગઇકાલે ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈની ટીમે શાનદાર વિજય મેળવીને ટુર્નામેન્ટની સફળ શુરૂઆત કરી…

ક્રિકેટના મહાકુંભ સમાન ટુર્નામેન્ટ IPL 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. ગઇકાલે ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈની ટીમે શાનદાર વિજય મેળવીને ટુર્નામેન્ટની સફળ શુરૂઆત કરી હતી. ત્યારે આજે બીજો દિવસ પણ ખૂબ જ રોમાંચક રહેવાનો છે. આજે બે મુકાબલા રમાવવાના છે. જેમાં પ્રથમ મેચ પંજાબ અને દિલ્લી વચ્ચે રમાવવાની છે અને બીજી મેચ રાત્રે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાવવાની છે. ચાલો જાણીએ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાવનાર મેચમાં કોણ છે આગળ અને શું રહેશે પ્લેઇંગ 11

હેડ ટુ હેડમાં કોલકાતા આગળ 

આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન પર રમાશે. IPL 2024 ની આ ત્રીજી મેચમાં કોલકાતા અને હૈદરાબાદ બંને ટીમો જીત સાથે શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. જો આપણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ આંકડા વિશે વાત કરીએ તો KKRનો હાથ ઉપર છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 25 વખત સામસામે આવી ચુકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ  વચ્ચેની આ 25 મેચમાં આંકડા જોતા કોલકાતાનું પલડું ભારે જણાય છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલ મેચ : 25 

કોલકાતા નાઈટ રાઈડર્સ જીત : 16 જીત 

સનરાઈઝર્સ હૈદરાબાદ જીત : 9 જીત 

શું હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

આ મેચ માટે કોલકાતા ટીમની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં હજી સુધી કોઈ ઇજાગ્રસ્ત પ્લેયર વિષે માહિતી સામે આવી નથી. અય્યરને રણજી ટ્રોફી 2024ની ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ તે આ મેચમાં રમે તેની સંભાવનાઓ પૂરી છે. વધુમાં મિચેલ સ્ટાર્ક, આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ પ્લેઈંગ 11માં જોવા મળશે. આ સિવાય ફિલ સોલ્ટને પણ તક મળી શકે છે. તેણે પીઠમાં તકલીફની ફરિયાદ કરી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ 11 : વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા. ઈમ્પેક્ટ પ્લેયર- મનીષ પાંડે

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે વાનિન્દુ હસરંગા ટીમમાં હશે નહીં, પેટ કમિન્સ ટીમનું નેતૃત્વ કરશે. માર્કો જાન્સેન અને હેનરિક ક્લાસેન SRH ના પ્લેઈંગ 11 માં વિદેશી ખેલાડી હોઈ શકે છે. SRH એઇડન માર્કરામને બદલે ટ્રેવિસ હેડ પણ પસંદ કરી શકે છે. ભુવનેશ્વર કુમાર પણ રમે તેવી શક્યતા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેઈંગ 11 : મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, પેટ કમિન્સ (કેપ્ટન), ઉમરાન મલિક, મયંક માર્કન્ડે. ઈમ્પેક્ટ પ્લેયર- રાહુલ ત્રિપાઠી

IPL 2023 માં કેવી હતી બંને ટીમની ટક્કર

IPL 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રદર્શનની વાત કરીએ તો બંને ટીમો બે વખત ટકરાઈ હતી. 16મી સિઝનની 19મી મેચમાં હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું હતું. કોલકાતાએ ગત સિઝનની 47 મેચમાં હારનો બદલો લીધો અને હૈદરાબાદને 5 રને હરાવ્યું.

આ પણ વાંચો : CSK vs RCB: ચેન્નાઈની શાનદાર જીત, બેંગલુરુની હાર સાથે શરૂઆત

Whatsapp share
facebook twitter