+

KKR vs SRH : હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ પ્લેઈંગ ઈલેવન

KKR vs SRH : IPL 2024ની ત્રીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો (KKR vs SRH )આમને-સામને છે. ચાહકોને…

KKR vs SRH : IPL 2024ની ત્રીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો (KKR vs SRH )આમને-સામને છે. ચાહકોને આ મેચમાં રોમાંચક મુકાબલાની અપેક્ષા છે. આ મેચમાં SRH એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં બંને ટીમો પાસે નવા કેપ્ટન છે. આ વખતે કોલકાતાની કપ્તાની શ્રેયસ અય્યર કરી રહ્યો છે. ઈજાના કારણે ઐયર આઈપીએલની ગત સિઝનમાં રમી શક્યો ન હતો. તે સમયે ટીમનું સુકાન નીતીશ રાણા સંભાળતા હતા, પરંતુ હવે ઐયરની વાપસી બાદ તેને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની કપ્તાની પેટ કમિન્સ કરી રહ્યો છે.

 

માર્કો યાન્સનની ઓવરમાં ફિલ સોલ્ટના હેટ્રિક સિક્સ બાદ કોલકાતાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સુનિલ નારાયણને શાહબાઝ અહેમદે રન આઉટ કર્યો છે. હાલમાં ક્રિઝ પર ફિલિપ સોલ્ટ અને વેંકટેશ ઐયર છે. બે ઓવર પછી ટીમનો સ્કોર 23/1 છે.કોલકાતાના ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ અને સુનિલ નારાયણ ક્રિઝ પર છે. હૈદરાબાદે પ્રથમ ઓવર નાખવા માટે ભુવનેશ્વર કુમારને બોલ સોંપ્યો છે.

 

હેડ ટુ હેડ આંકડા

જો આપણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ આંકડા વિશે વાત કરીએ તો KKRનો હાથ ઉપર છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 25 વખત સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ 16 મેચમાં જીત મેળવી છે. આ ઉપરાંત હૈદરાબાદે 9 મેચમાં વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ આજે જીત માટેના તમામ શક્ય પ્રયાસ કરશે. પરંતુ આંકડાના આધારે કોલકત્તાની જીત નક્કી જોવા મળી રહી છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

KKR: વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રમનદીપ સિંહ.

ઇમ્પેક્ટ પ્લેયર: સુયસ શર્મા, મનિષ પાંડે, વૈભવ અરોરા, અંગક્રિશ રઘુવંશી, રહેમાનુલ્લા ગુરબાઝ

SRH: મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન

ઇમ્પેક્ટ પ્લેયર: નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા

 

આ  પણ  વાંચો – CSK vs RCB: ચેન્નાઈની શાનદાર જીત, બેંગલુરુની હાર સાથે શરૂઆત

આ  પણ  વાંચો RCB VS CSK : King Kohli એ ચેન્નઈ સામે મેચમાં રચ્યો ઈતિહાસ

 

Whatsapp share
facebook twitter