Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KKR vs SRH : હેનરિક ક્લાસેનની તોફાની ઇનિંગ એળે ગઇ, કોલકાતાની 4 રને જીત

11:59 PM Mar 23, 2024 | Hiren Dave

KKR vs SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR vs SRH ) સામે થયો હતો. આ મેચમાં ટૂર્નામેન્ટના ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ આમને-સામને હતા. બંને ઓસ્ટ્રેલિયાના છે પરંતુ અહીં સામસામે ટકરાયા હતા. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. પેટ કમિન્સ IPLમાં પહેલીવાર ટીમની કમાન સંભાળી રહ્યો હતો. પહેલા રમતા KKRએ હૈદરાબાદને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હેનરિક ક્લાસેનના તોફાનને કારણે હૈદરાબાદ લક્ષ્યની નજીક પહોંચી ગયું હતું. પરંતુ અંતે હર્ષિત રાણાના શોએ હૈદરાબાદ પાસેથી મેચ છીનવી લીધી હતી. KKRએ આ મેચ 4 રને જીતી લીધી હતી.

 

 

 

રસેલની તોફાની બેટિંગથી SRH ઊડ્યાં હોશ !

51 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ ફિલ સોલ્ટ અને રમનદીપ સિંહ વચ્ચે 54 રનની તોફાની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ KKRને વેગ આપ્યો. સોલ્ટે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે રમણદીપે 17 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી જેમાં ચાર સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. સોલ્ટ-રમનદીપના આઉટ થયા બાદ આન્દ્રે રસેલનો શો જોવા મળ્યો હતો.

રસેલની તોફાની બેટિંગથી કોલકાતાએ સાત વિકેટે 208 રન બનાવ્યા હતા. રસેલ અને રિંકુ સિંહ (23) વચ્ચે સાતમી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 63 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટી. નટરાજને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સેન અને પેટ કમિન્સનો તેમના પ્લેઇંગ-11માં વિદેશી ખેલાડીઓ તરીકે સમાવેશ કર્યો હતો. બીજી તરફ KKRએ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક અને ફિલ સોલ્ટ જેવા સ્ટાર વિદેશી ખેલાડીઓને તક આપી હતી.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જાનસેન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી. નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર: અભિષેક શર્મા

 

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: ફિલ સોલ્ટ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયરઃ સુયશ શર્મા

 

આ પણ  વાંચો – PBKS Vs DC : સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત

આ પણ  વાંચો IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ