Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KKR VS RR : આજે ટેબલ ટોપર્સ વચ્ચે જામશે કાંટેદાર મુકાબલો, જાણો કોનું પલડું છે ભારે

03:09 PM Apr 16, 2024 | Harsh Bhatt

IPL 2024 ની મી મેચ આજરોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલસ વચ્ચે રમાવવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાવવાની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ( KKR ) અને રાજસ્થાન રોયલસ ( RR ) એ હાલ IPL 2024 માં ટેબલ ટોપર્સ છે. રાજસ્થાન તેની પ્રથમ 6 મેચમાંથી 5 મેચ જીતીને 10 પોઇન્ટ્સ સાથે  પ્રથમ ક્રમાંકે છે તો કોલકાતા નાઈટ રાઈડર્સએ 5 માંથી 4 મેચ જીતીને  8 પોઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે છે. બંને ટીમો આ વર્ષે ખૂબ જ સારો દેખાવ કરી રહી છે, માટે આ મુકાબલો ખૂબ જ રોમાંચક બને તેની પૂર્ણ રીતે સંભાવના છે.

HEAD TO HEAD ( KKR VS RR )

KKR અને RR ના હેડ ટુ હેડ મુકાબલાની વાત કરીએ તો બને ટીમ હાલ તો એકબીજાના સમાન લાગી રહી છે. કારણ કે KKR અને RR વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થઈ ચૂક્યા છે. આ 28 મેચમાં KKR એ 14 વખત બાજી મારી છે ત્યારે RR એ 13 મેચમાં જીત હાંસલ કરી છે. ઉપરાંત 1 મેચ એવી રહી છે કે જેનું કોઈ પરિણામ આવ્યું ન હોતું. આજે બને ટીમો મેચ જીતીને પોતે હેડ ટુ હેડ મુકાબલામાં પોતાને આગળ વધારવા અને IPL ના પોઇન્ટ્સ ટેબલ ઉપર પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

કોકલાતા અને રાજસ્થાન વચ્ચે રમાયેલ મેચ : 28

KKR જીત્યું : 14 મેચ

RR જીત્યું : 13 મેચ

કોઈ પરિણામ નહીં : 1 મેચ

PITCH REPORT : ( EDEN GARDEN STADIUM, KOLKATA )

છેલ્લી કેટલીક સીઝનમાં ઈડન ગાર્ડન્સ બેટિંગ માટે સારું રહ્યું છે અને તે ટૂર્નામેન્ટમાં આ મેદાન તેટલા માટે એક સિક્સ હિટીંગ અને હાઈ સ્કોરિંગ  મેદાનોમાંનું એક છે, તેથી જે ટીમો વધુ સારો બેટિંગ પાવર ધરાવે છે તેમને ફાયદો થશે. તે ઉપરાંત બીજા દાવમાં ઝાકળ પડશે તેથી જે ટીમો ટોસ જીતશે તેઓ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન ઉપર અત્યાર સુધીમાં કુલ 84 આઈપીએલ મેચ રમાઈ ચુકાઈ છે. જેમાંથી બીજી બેટિંગ કરનારી ટીમો તેમાંથી 50 મેચોમાં વિજયી બની છે. ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી 84 આઈપીએલ મેચોમાંથી, કોલકાતા નાઈટ રાઈડર્સે 79 રમી છે, જેમાંથી 47 જીતી છે. આ મેદાન ઉપર KKR એ RR સામે અત્યાર સુધી નવ મેચ રમાઈ છે, જેમાં KKR નું પલડું જ ભારે રહ્યું છે.

KKR VS RR PLAYING 11

KKR સંભવિત પ્લેઇંગ 11 : ફિલિપ સોલ્ટ (wk), સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (c), આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

IMPACT પ્લેયર : રીન્કુ સિંહ 

RR સંભવિત પ્લેઇંગ 11 : યશસ્વી જયસ્વાલ, તનુષ કોટિયન, સંજુ સેમસન (c&wk), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

IMPACT પ્લેયર : કુલદીપ સેન 

આ પણ વાંચો : IPL 2024 : પડતા પર પાટું, ગ્લેન મેક્સવેલે છોડ્યો RCB નો સાથ