+

Kite Festival News: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતીમાં પેચ લડાવ્યા

Kite Festival News: ગુજરાત સહિત દેશમાં લપેટ… લપેટ… નો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે કે… આજે ગુજરાત સહિત દેશભરમાં ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પર્વે…

Kite Festival News: ગુજરાત સહિત દેશમાં લપેટ… લપેટ… નો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે કે… આજે ગુજરાત સહિત દેશભરમાં ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પર્વે સામાન્ય લોકોથી લઈને દેશના તમામ મહાનુભાવો પોતાના પરિવાર અને દોસ્તો સાથે મળીને ઉતરાયણની ઉજવણી કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી ઉતરાયણની ઉજવણી કરવા આવ્યા અમદાવાદ

ત્યારે ગુજરાતમાં રાજ્યમાં આ પર્વને લઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આ ઉત્સાહમાં વધારો કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમિત શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક સાથે 3 અમિતના થયા દર્શન

જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા.

ત્યાર બાદ અમિત શાહે સાબરમતીમાં પણ લોકો સાથે ઉતરાયણની મોજ માણવા માટે ગયા હતા. આ અવસરે તેમની સાથે નારણપુરા ધારાસભ્ય જીતુ ભગત, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ચાંદલોડિયા વોર્ડમાં આવેલ પ્રમુખ નગર સોસાયટીથી પતંગ ઉડાવ્યા હતા.

આ પણ વાંચો: Salangpur : કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને પતંગ, દોરા, ચીકી અને લાડુનો ભવ્ય શણગાર

Whatsapp share
facebook twitter