Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રોટલી માટે હત્યા! ફૈયાઝ નામના શખ્સે દલિત યુવકની હત્યા કરી નાખી

09:08 PM Apr 22, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : કર્ણાટકના યાદગિરી જિલ્લામાં એક દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી. પોલીસના અનુસાર પીડિત પરિવાર શરૂઆતમાં ફરિયાદ દાખલ કરાવવા નહોતા માંગતા અને આરોપીના પરિવાર સાથે સમજુતી અંગે વિચારી રહ્યા હતા. જો કે એસપીની સમજાવટ બાદ આખરે ફરિયાદ કરવા માટે તૈયાર થયા હતા. ભારે આનાકાની બાદ પીડિત પરિવારે ફરિયાદ દાખલ કરાવી છે.

દલિત યુવકનું ઢોર માર મારતા નિપજ્યું મોત

કર્ણાટકના યાદગિરી જિલ્લામાં એક દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. પોલીસનું કહેવું છે કે, પીડિત પક્ષના લોકો ફરિયાદ દાખલ કરાવવા નહોતા માંગતા. તેઓ આરોપી સાથે સમજુતી કરવા માંગતા હતા. જો કે પોલીસ સુપ્રીટેન્ડન્ટ દ્વારા પીડિત પક્ષે આરોપીઓની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. મામલો શાહપુરા વિસ્તારનો છે. અહીં રહેતો 22 વર્ષનો રાકેશનો ફૈયાઝ નામના વ્યક્તિની હત્યા કરી દેવાઇ હતી. યાદગિરીના એસપી સંગીતાના અનુસાર મૃતક નશાની હાલતમાં હતો અને તે આરોપી ફૈયાઝની બહેનના ઘરમાં રોટલી લેવા માટે ગયો હતો. કારણ કે ફૈયાઝની બહેન ભોજન બનાવીને આ વિસ્તારમાં સપ્લાઇ કરવાનું કામ કરે છે. ફૈયાઝની બહેને રોહિતને રોટલી નહી હોવાનું જણાવ્યું હતું.

ગંભીર ઇજા થતા રોહિતનું મોત

જો કે રોહિત રોટલી લેવા માટે જીદ્દ કરવા લાગ્યો હતો. જેનાથી પરેશાન થઇને મહિલાએ પોતાના ભાઇ ફૈયાઝને ફોન કર્યો હતો. ત્યાર બાદ ઘનટા સ્થળ પર ફૈયાઝ પહોંચ્યો હતો. ફૈયાઝ અને રોહિત વચ્ચેવિવાદ થયો હતો. જોત જોતામાં વિવાદ એટલો વકર્યો કે બંન્ને વચ્ચે બોલાચાલી અને મારામારી થવા લાગી હતી. દરમિયાન ગંભીર ઇજાને કારણે રોહિતનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ફૈયાઝની બહેન ત્રણ બાળકોની માતા છે અને પોતાના ઘરે એકલી જ રહે છે.

SP એ મનાવ્યા બાદ પરિવારે દાખલ કરાવી ફરિયાદ

પોલીસના અનુસાર પીડિત પરિવાર શરૂઆતમાં ફરિયાદ દાખલ કરાવવા માંગતો નહોતો અને આરોપીઓની સાથે સમજુતી કરવા અંગે વિચારી રહ્યા હતા. જો કે એસપીએ તેમને સમજાવીને ફરિયાદ દાખલ કરવા માટે મનાવી લીધા હતા. ભારે આનાકાની કર્યા બાદ પીડિત પરિવારે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદ મળતા જ તપાસ ચાલુ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આરોપીની ધરપકડ માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.