Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંજારમાં ટીમ્બરના વેપારીના પુત્રનું અપહરણ, સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી

11:21 PM Nov 07, 2023 | Harsh Bhatt
પૂર્વ કચ્છના અંજારમાં રહેતાં ટીમ્બરના વેપારીના ૧૯ વર્ષના પુત્રનું અજાણ્યા શખ્સ અપહરણ કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માંગતા  દોડધામ મચી જવા પામી  છે.
માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો
જાણવા મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના  મેઘપ૨ બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો ૧૯ વર્ષનો યશ સંજીવકુમાર તોમર સોમવારે સવારે દસ વાગ્યે નિત્યક્રમ મુજબ સ્કૂટર લઈ ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો, અને  સાંજે પાંચ વાગ્યા સુધી તે પરત આવ્યો ન હતો. દરમિયાન, તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે ૧૧ વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યશના પિતા ટીમ્બરના વેપારી અને બ્રોકર છે
 યશના પિતા ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવ સમયે તેઓ ધંધાર્થે દિલ્હી હતા અને આજે પરત આવી ગયાં હતા. સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરાતા લાપત્તા યશ આદિપુર સંતોષી માતાના મંદિર નજીક જોવા મળ્યો હતો. તે સમયે તેની પાછળ અજાણ્યો શખ્સ પણ બેઠેલો જણાય છે. પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો, તે નંબર ટ્રેસ કરતાં તે નંબર ગાંધીધામના જ એક છૂટક ફળફળાદિ વેચતાં શખ્સનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેને ઉપાડીને પૂછતાછ કરતાં તેણે અજાણતા વ્યક્ત કરી છે. આ શખ્સની આઈડીના આધારે ભળતી વ્યક્તિએ જ સીમ કાર્ડ કઢાવ્યું હોવાની શક્યતા છે. પોલીસે ફોન ટ્રાય લાપતા યશનોં ફોન બંધ આવ્યો હતો.
CCTV ના આધારે તપાસ હાથ ધરાઇ 
અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. સીસોદીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે યુવકના અપહરણ કેસમાં હજુ આરોપી કે યુવકનો પતો મળવા પામ્યો નથી.હાલ સીસી ટી.વી.ના આધારે જુદા જુદા પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. યુવકના નજીકના મિત્રોની પૂછપરછ હાથ ધરાઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ