Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાને ફોસલાવીને બાળકીનું અપહરણ

09:25 PM Jul 31, 2023 | Vishal Dave

રાજ્યમાં બાળતસ્કરીના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી માતા-પિતાની સામે જ બાળકીના અપહરણની ઘટના સામે આવી છે આશરે 9 થી 10 વર્ષની બાળકીનું 1 મહિલા અને 2 પુરુષ દ્વારા અપહરણ કરાયું હતું પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણકર્ત ને ઝડપી લીધા હતા.

ગોંડલ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં બાળકીના માતા પિતાની નજર સામે જ અપહરણ થયાનું જાણવા મળી રહ્યું છે. અપહરણકર્તાઓ બાળકીની માતાને રૂપિયા 50 આપી બાળકીને જમાડીને હમણાં લઈને આવી તેવું કહી બાળકીને લઈ જતા રહ્યા હતા. બાળકી પાછી ન આવતા માતા પિતાએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડને જાણ કરી હતી. દિનેશભાઇ એ પોલીસને સમગ્ર ઘટના ની જાણ કરતા જ પોલીસ નો કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો અને CCTV આધારિત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

વધુ માં DYSP કે.જી.ઝાલા એ જણાવ્યું હતું કે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આશરે પોણા બે વાગ્યે એક આદિવાસી સગીરવયની બાળકીનું અપહરણ થયાનું જાણવા મળતા સિવિલ હોસ્પિટલ ના CCTVના આધારે કોઈ 2 પુરુષ અને 1 મહિલા CCTV માં દેખાતા IG અશોક કુમાર યાદવ SP જયપાલસિંહ રાઠોડ ની સૂચના થી DYSP કે.જી.ઝાલા, ગોંડલ સીટી, તાલુકા, શાપર અને જસદણ સહિતની જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી અને આરોપી ને રાઉન્ડ અપ કરેલા છે બાળકી મળી આવેલ છે આગળ ફરિયાદ દાખલ કરવાની અને કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું ક્યાં લઈને ગયો ? અપહરણ કરવાનું કારણ શું ? કઈ રીતે સંપર્ક માં આવ્યા તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.